Advertisement
Author: નોબત સમાચાર

જામનગર, લાલપુર, સતાપરમાં જુગાર અંગે ત્રણ દરોડાઃ રોકડ સહિતનો મુદ્દામાલ

મોટા આંબલામાંથી તીનપત્તી રમતા મહિલા પકડાયાઃ

જામનગર તા. ૨૫: જામનગરના લાલખાણ રોડ પરથી ગઈકાલે બે શખ્સ ચલણી નોટના નંબર પર જુગાર રમતા ઝડપાયા છે. લાલપુર તથા જામજોધપુરના સતાપરમાંથી બે વર્લીબાજની અટકાયત કરાઈ છે. ખંભાળિયાના મોટા આંબલા ગામમાં ચાર મહિલા તીનપત્તી રમતા ઝડપાયા છે.

જામનગરના લાલખાણ વિસ્તારમાં પ્રણામી ટાઉનશીપ- ૧, ૨ના ગેઈટ પાસે ગઈકાલે ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી જુગાર રમતા રીઝવાન ગની ખીરા ઉર્ફે ચીના, મહેબુબ મોહસીન રૂમી, રામજી છગનભાઈ શિયાર નામના ત્રણ શખ્સને સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પકડી પાડી રૃા.૧૦૩૦૦ રોકડા ઝબ્બે લીધા છે.

લાલપુર શહેરમાં બસ સ્ટેન્ડ પાસે ગઈકાલે સાંજે જાહેરમાં ઉભા રહી વર્લીના આંકડા લખતા હસમુખ મગનભાઈ સાદરીયા ઉર્ફે હકા નામના શખ્સને લાલપુર પોલીસે પકડી પાડી વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી, રોકડ કબજે કર્યા છે.

જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં ગઈકાલે બપોરે વર્લીનું બેટીંગ લેતાં રમેશ ઉર્ફે ખટક ખેંગારભાઈ સોંદરવા નામના શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો. તેની પાસેથી આંકડા લખેલી કાપલી, રોકડ મળી આવ્યા હતા.

ખંભાળિયા તાલુકાના મોટા આંબલા ગામમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી ગઈકાલે વાડીનાર મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફે એક દરગાહ પાછળ દરોડો પાડતા ત્યાંથી તીનપત્તી રમતા મરીયમબેન બચુભાઈ ગજણ, હસીનાબેન રફીક ગજણ, અમીનાબેન યુસુફ જોખીયા, કુલસુમ અલીભાઈ ધાવડા નામના ચાર મહિલા પકડાઈ ગયા હતા. પટમાંથી પોલીસે રૃા.૨૦૧૦ રોકડા કબજે કર્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh