Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાલાવડના હંસ્થળ ગામનો ચકચારી બનાવઃ
જામનગર તા. ૨૫: કાલાવડના હંસ્થળ ગામ પાસે પથ્થરની એક જૂની ખાણમાંથી સિંહણનો દાટી દેવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. એક ખેતર ફરતે ફેન્સીંગમાંથી વીજ આંચકો લાગતા સિંહણનું મૃત્યુ થયાનું અને તેના મૃત્યુને છુપાવવા બે શખ્સે મૃતદેહને દાટ્યાનું ખૂલ્યું હતું. બે આરોપીની ધરપકડ કરાઈ હતી. જેલમુક્ત થવા આ આરોપીઓએ કરેલી જામીન અરજી અદાલતે રદ્દ કરી છે.
કાલાવડ તાલુકાના હંસ્થળ ગામમાં એક દરગાહ પાછળ પથ્થરની આવેલી જૂની ખાણમાંથી થોડા દિવસ પહેલાં સિંહણનો દાટી દેવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ સિંહણના ગળામાં કોલર આઈડી લગાડેલુ હતું. તે મશીન થોડે દૂરથી પ્રાપ્ત થયું હતું.
પોલીસની સાથે દોડી ગયેલી વનવિભાગની ટીમે મૃતદેહને બહાર કાઢી પીએમ કરાવતા સિંહણનું વીજ આંચકો લાગતા મૃત્યુ નિપજ્યાનું જણાઈ આવ્યું હતું. તે દિશામાં ચાલુ થયેલી તપાસમાં એક ખેતર ફરતે મુકવામાં આવેલી ગેરકાયદે ફેન્સીંગમાંથી વીજ કરંટ લાગતા સિંહણનું મૃત્યુ થયાનું ખૂલતા હંસ્થળ ગામના નુરમામદ નોયડા ઉર્ફે નીઝામ તથા હુસેન ખાનમામદ નોયડા નામના બે શખ્સે સિંહણના મૃત્યુ પછી તેના દેહનો નિકાલ કરવા ખાણમાં ફેેંક્યા પછી ખાણમાં ઉતરી મૃતદેહને દાટી દીધાનું બહાર આવ્યું હતું.
બંને શખ્સો સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ તથા આઈપીસીની કલમ હેઠળ ગુન્હો નોંધાયો હતો. બંને શખ્સની ધરપકડ કરી જેલહવાલે કરાયા હતા. ત્યાંથી આરોપીઓએ જામીનમુક્ત થવા અરજી કરતા જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરીએ દલીલ કરી હતી કે, જામનગરમાં ૧૫૦ વર્ષ પછી સિંહણનો પ્રવેશ થયાનું ખૂલ્યું છે. સિંહણ રક્ષિણ પ્રાણી છે અને રેર ઓફ ધ રેર એવા આ કિસ્સામાં પુરાવાના નાશની આઈપીસીની કલમ કરતા વન સંરક્ષણ અધિનિયમ-ખાસ કાયદાનું ઉલ્લંઘન થયું હોવાથી ગુન્હાની ગંભીરતા વધી ગઈ છે. આ ગુન્હામાં સાત વર્ષની કેદની સજા અને રૃા.૧ લાખ સુધીના દંડની જોગવાઈ છે ત્યારે આ ગુન્હામાં સામાજિક જાગૃતિ આવે અને આવા ગુન્હા બનતા તે માટે બંને આરોપીને જામીન આપવા ન જોઈએ. અદાલતે આ દલીલો ગ્રાહ્ય રાખી બંને આરોપીની જામીન અરજી નકારી કાઢી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial