Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જળક્ષેત્રમાં માછીમારી કરવા પર પ્રતિબંધ મૂકયોઃ
જામનગર તા. રપ : મત્સ્યોદ્યોગ નિયામક, ગાંધીનગર તથા અત્રેની કચેરીના પરિપત્ર મુજબ જામનગર જિલ્લામાં દરિયાઈ કાંઠાના પ્રાદેશિક જળવિસ્તારમાં આગામી ૧-૬-ર૪ થી તા. ૩૧-૭-ર૪ સુધી યાંત્રિક બોટો દ્વારા થતી આંતરદેશીય અને પ્રાદેશિક જળક્ષેત્રમાં માછીમારી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
તેમજ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, જામનગર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા મુજબ જામનગર જિલ્લાના સમગ્ર વિસ્તારના દરિયા કાંઠેથી કે ક્રીક એરીયામાં કોઈપણ માછીમારોએ કે અન્ય કોઈ વ્યક્તિઓએ માછીમારી માટે કે અન્ય કોઈ હેતુસર સમુદ્રમાં એરીયામાં ન જવા અને કોઈપણ બોટની અવર-જવર ન કરવા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
આ પ્રતિબંધમાંથી નોન મોટરસાઈઝડ ક્રાફટ એટલે કે લાકડાની બિન યાંત્રિક એક લકડી હોડી, શઢવાળી હોડી તથા પગડીયા માછીમારોને બાકાત રાખવામાં આવ્યા છે.
તેથી સમગ્ર જામનગર જિલ્લાના તમામ માછીમારો કે જેઓ નોન મોટરસાઈઝડ ક્રાફટ એટલે કે લાકડાની બિન યાંત્રિક એક લકડી હોડી અને શઢવાળી હોડીથી માછીમારી કરે છે, તો તેમણે પોતાની હોડીનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
તેમજ પગડીયા માછીમારોએ પગડીયા લાયસન્સ મેળવવું ફરજિયાત છે. ઉપરોકત સૂચના મુજબ જે નોન મોટરાઈઝડ ક્રાફટ એટલે કે લાકડાની બીન યાંત્રિક એક લકડી હોડી અને શઢવાળી હોડીનું રજીસ્ટ્રેશન કરાવ્યું ન હોય તેવા લાયન્સ મેળવેલા ન હોય તેવા પગડીયા માછીમારો વિરૂદ્ધ ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો-ર૦૦૩, ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-ર૦૦૩ અને આ જાહેરનામાનો ઉલ્લંઘન કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જામનગર જિલ્લાની તમામ સરકારી મંડળીઓ, માછીમાર એસોસિએશનના હોદ્દેદારો, આગેવાનો, નાતપટેલો, તમામ બોટ માલિકો, છુટક તથા જથ્થાબંધ માછલીના વેપારીઓ તથા તમામ માછીમારોને અત્રે જણાવેલ આ તમામ બાબતોનું ખાસ પાલન કરવાનું રહેશે. તેમજ આ સૂચનાની બહોળી રીતે પ્રસિદ્ધિ કરાવવાની રહેશે. તેમ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક, જામનગરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial