Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોની જગ્યા ખાલી : દર્દીઓ પરેશાન

આરોગ્ય તંત્રના વિકાસનો રકાસ !

ખંભાળીયા તા. રપઃ ખંભાળીયાની સરકારી હોસ્પિટલ પ્રત્યે આરોગ્ય તંત્ર દ્વારા ઓરમાયુ વર્તન રાખવામાં આવે છે. સુવિધાઓ વધારવા કે પ્રશ્નો હલ કરવા બાબતે દાદ આપવામાં આવતી નથી. ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં ડોકટરો-સ્ટાફની તંગી અંગે વારંવાર અનેક ફરિયાદો ઉઠવા પામે છે.

આ હોસ્પિટલમાં સ્ત્રી રોગ નિષ્ણાતો બોન્ડનો સમયગાળો ૫ૂર્ણ થતા તેમની સેવા મળતી બંધ થઈ ગઈ છે. જ્યારે બાળરોગ નિષ્ણાત પણ અંગત કારણોસર ફરજ બજાવવા અસમર્થ હોવાનું જણાવતા આ જગ્યા પણ ખાલી છે. હૃદયરોગ માટે જરૂરી એવા નિષ્ણાત ફિઝીશ્યનની જગ્યા પણ  ખાલી છે.

પરિણામે દર્દીઓને નાછૂટકે ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે. લોકોમાં સરકારી હોસ્પિટલની અસુવિધાઓ અંગે ઉગ્ર રોષ ફેલાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh