Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મતદાનની પૂર્વરાત્રિ બની લોહિયાળ
કોલકાતા તા. રપ : પ.બંગાળમાં મતદાન પહેલા લોહિયાળ હિંસા થઈ છે અને ટીએમસી નેતાની હત્યા થઈ છે. તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યા પછી આરોપીએ લાશ તળાવમાં ફેંકી દીધી હતી.
પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલા ફરી એકવાર એક મોટી ઘટના સામે આવી છે. અહીં, મતદાનની આગલી રાત્રે એટલે કે શુક્રવારની રાત્રે પૂર્વ મિદનાપુર જિલ્લાના મહિષદલમાં તૃણમૂલ કોંગ્રેસના એક નેતાની હત્યા કરવામાં આવી હતી.
આરોપ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ તેમની હત્યા કરી છે. મૃતક નેતાની ઓળખ શેખ મૈબુલ તરીકે થઈ છે. તેઓ ગ્રામ પંચાયતના પૂર્વ સદસ્ય હતા. તૃણમૂલ કોંગ્રેસનું કહેવું છે કે મૈબુલ શુક્રવારે રાત્રે લગભગ ૧૧ વાગે પાર્ટી કાર્યકરને ઉતાર્યા બાદ બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારબાદ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
હુમલાખોરોએ તેમના પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. તેમના મૃત્યુ બાદ આરોપીએ તેમની લાશ તળાવમાં ફેંકી દીધી હતી. જ્યારે કેટલાક લોકોને આ વાતની જાણ થઈ તો તેઓ લાશને બહાર કાઢીને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોકટરોએ મૈબુલને મૃત જાહેર કર્યો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
આ પહેલા રર મેની રાત્રે પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં એક મહિલા ભાજપ કાર્યકરનું મોત થયું હતું. જ્યારે ભાજપના સાત કાર્યકરો ઘાયલ થયા હતાં. આ સિવાય ર૦ મે ના રોજ પશ્ચિમ બંગાળના બેરકપુરમાં બીજેપી ઉમેદવાર અર્જુનસિંહ અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણના સમાચાર આવ્યા હતાં. આ અથડામણનો વીડિયો પણ વાયરલ થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial