Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અગાઉનું પુરવણી બીલ બાકી હોવાની દલીલ અસ્વીકાર્યઃ
જામનગર તા. ૨૫: ખંભાળિયાના હર્ષદપુરમાં એક પ્લોટ ભાડે રાખી આસામીએ તેમાં નવા વીજજોડાણ માટે કરેલી અરજી નકારાતા કોર્ટમાં વીજ કંપની સામે દાવો કરાયો હતો. અદાલતે નવું વીજ જોડાણ આપવા હુકમ કર્યાે છે.
ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ગામમાં ઔદ્યોગિક ઝોનમાં અનિલ ઓધવદાસ તન્નાએ એક પ્લોટ ભાડેથી રાખ્યા પછી તેમાં નવું વીજ જોડાણ મેળવવા વીજ કંપની સમક્ષ અરજી કરી હતી. અગાઉ શ્યામ ઓઈલ મીલ નામની આ જગ્યામાં કરાયેલા અગાઉના વીજ ચેકીંગમાં પુરવણી બીલ બાકી હોવાનું જણાવી નવું જોડાણ આપવાનો ઈન્કાર કરાયો હતો.
વધુમાં જાણવા મળ્યા મુજબ અગાઉના પુરવણી બીલ અંગે જે તે વખતે કોર્ટમાં દાવો કરાયાની અને દાવો હાલમાં પેન્ડીંગ હોવાનું ખૂલ્યું હતું. તેથી નવા ભાડુતે જોડાણ મેળવવા કોર્ટમાં દાવો નોંધાવ્યો હતો. તે અંગે કરાયેલી દલીલમાં જણાવાયું હતું કે, પુરવણી બીલ વાળી જગ્યા અને હાલમાં નવું જોડાણ મંગાયું તે જગ્યા અલગ અલગ છે.
અન્ય પક્ષની દલીલો સાંભળ્યા પછી અદાલતે નવા ભાડુત અનિલ તન્નાના વકીલ ચિરાગ નથવાણી, ધર્મેશ રાઠોડની દલીલો ગ્રાહ્ય રાખી નવું જોડાણ ફાળવવા વીજ કંપનીને હુકમ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial