Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેંકની અગાસી પરથી પટકાતા યુવક મોતને શરણઃ
જામનગર તા. ૨૫: લાલપુરના મોટા પાંચસરા ગામમાં ગયા બુધવારે સાંજે બાઈક આડે શ્વાન ઉતરતા હાલમાં જામનગરમાં રહેતા બાઈકચાલકે જોરદાર બ્રેક મારી હતી. તેના કારણે પડી ગયેલા આ યુવાનને ઈજા થઈ હતી. તેઓનું સારવારમાં મૃત્યુ થયું છે. જ્યારે જીઆઈડીસી દરેડમાં એક બેંકની અગાસી પરથી પટકાઈ પડેલા પરપ્રાંતિય યુવકનું ટૂંકી સારવારના અંતે મૃત્યુ નિપજ્યું છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી ગ્રીન સિટીમાં સાંઈ એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ લાલપુર તાલુકાના મોટા પાંચસરા ગામના જાડેજા હરિશચંદ્રસિંહ દિગ્વિજયસિંહ (ઉ.વ.૪૨) નામના યુવાન ગયા બુધવારે પોતાના ગામમાં આવ્યા હતા.
ત્યાંથી તેઓ સાંજે સાડા સાતેક વાગ્યે મોટરસાયકલ પર ખેતર તરફ જવા નીકળ્યા ત્યારે માર્ગમાં અચાનક જ દોડીને કૂતરૃં આડું ઉતરતા તેની સાથે હરિશચંદ્રસિંહનું બાઈક ટકરાય નહીં તે માટે જોરદાર બ્રેક મારવામાં આવતા આ યુવાન પડી ગયા હતા.
રોડ પર પછડાવવાથી ઈજા પામેલા હરિશચંંદ્રસિંહને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી તેઓનંુ મૃત્યુ નિપજ્યું છે. તેમના નાનાભાઈ શક્તિસિંહ જાડેજાએ પોલીસને જાણ કરી છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી કાર્યવાહી કરી છે.
રાજસ્થાનના નાગૌર જિલ્લાના કાલરી ગામના વતની અને હાલમાં દરેડ જીઆઈડીસીમાં વસવાટ કરતા રત્નારામ બાલુરામ ચૌધરી (ઉ.વ.૪ર) નામના શ્રમિક ગઈકાલે રાત્રે જીઆઈડીસીમાં આવેલી એસબીઆઈ બેંકની અગાસી પરથી કોઈ રીતે પડી ગયા હતા. જમીન પર પટકાયેલા અને માથામાં ગંભીર ઈજા પામેલા આ યુવાનનંંુ સારવારમાંં ખસેડવામાં આવ્યા પછી મૃત્યુ નિપજ્યું છે. ગેનારામ ભગારામ ચૌધરીએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial