Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીજ પુરવઠો જાળવી રાખવા તાકીદ પણ કરાઈ
ખંભાળીયા તા. રપઃ દ્વારકા જિલ્લાના લાંબા તથા હર્ષદના પાણી પ્રશ્ને તંત્ર દોડતું થયું છે. નર્મદાનું પાણી મળતું થયું અને ૧પ દહાડે પાણી આવતા સમસ્યા હળવી થઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબામાં તથા હર્ષદ યાત્રાધામમાં પીવાના પાણીની મુશ્કેલી હોય, લાંબામાં માં તો સ્થાનિક જળસ્ત્રોત ખાલી થઈ જતાં પંદરેક દિવસથી બેડું પાણી મેળવવા માટે પણ દોડધામ કરવાની સ્થિતિ હોય, આ અંગે મૂળ લાંબાના રહીશો પ્રવિણભાઈ મોદી તથા પત્રકાર જયસુખભાઈ મોદીએ ખંભાળીયા અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્યનું ધ્યાન દોરતા તેમણે પા.પુ. બોર્ડના કાર્યપાલક ઈજનેર જુમેનાબેન, દ્વારકા પ્રાંત અધિકારી શ્રી ભગોરા, અધિક નિવાસી કલેક્ટર શ્રી ભૂપેશ જોટાલીયા, કલ્યાણપુર પા.પુ. બોર્ડના કાર્યપાલક ઈજનેર શ્રી ચૌહાણ તથા રાજયમંત્રી મૂળુભાઈ બેરા તથા સાંસદ પૂનમબેન માડમને જાણ કરતા તંત્ર દોડયું હતું. તથા કા.ઈજનેર શ્રી જુમેનાબેન દ્વારા ના.કા.ઈજનેર ચૌહાણને લાંબા તથા હર્ષદ ગાંધવી ગામે રૂબરૂ મોકલીને આ પાણી પ્રશ્ન હલ કરવા માટે નર્મદાનું પાણી દોઢેક લાખ લીટર તાકીદે પહોંચતું કર્યુ હતું તથા હર્ષદમાં તથા લાંબામાં કૂવામાંથી પાણી મળે તે માટે પાઈપ લાઈન ટેસ્ટીંગ તથા એક સ્થળે વીજ કનેકશનનો પ્રશ્ન હોય, બન્ને પ્રશ્નો હલ કરવા માટેની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સાંસદ પૂનમબેન માડમ તથા રાજયમંત્રી મૂળુભાઈ બેરા દ્વારા પીજીવીસીએલના ઈજનેરોને પણ નર્મદાના પાણી વિતરણમાં ઓછો વીજ વિક્ષેપ થાય, કાપ ઓછો થાય, વારંવાર વીજ પુરવઠો બંધ ના થાય તે અંગે કાળજી રાખવા પણ ખાસ તાકીદ કરવામાં આવી હતી. જેથી નર્મદાનું પાણી નિયમિત રીતે મળતું થઈ જાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial