Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે વર્ષની જેલ અને દંડ અથવા બન્ને સજા થઈ શકેઃ
નવી દિલ્હી તા. રપઃ વીસ વર્ષ જુના માનહાનિના કેસમાં મેઘા પાટકર દોષિત ઠર્યા છે. દિલ્હીના એલજી વી.કે. સક્સેનાએ બદનક્ષીનો કેસ કર્યો હતો. આ ગુન્હામાં બે વર્ષની જેલ અથવા દંડ અથવા બન્ને સજા થઈ શકે છે.
નર્મદા બચાવો આંદોલનના નેતા અને સામાજિક કાર્યકર મેઘા પાટકરને દિલ્હીની સાકેત કોર્ટે શુક્રવારે (ર૪ મે) ના તેમને માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા છે.
કેવીઆઈસીના તત્કાલિન ચેરમેન વી.કે. સક્સેના (હાલ દિલ્હી એલજી) દ્વારા તેમની સામે એક અરજી દાખલ કરવામાં આવી હતી. ન્યૂઝ એજન્સી અનુસાર સાકેત કોર્ટના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ રાઘવ શર્માએ પાટકરને અપરાધિક માનહાનિના દોષિત ઠેરવ્યા હતાં. કાયદા અનુસાર તેમને બે વર્ષની જેલ અથવા દંડ અથવા બન્ને સજા થઈ શકે છે. પાટકર અને દિલ્હી એલજી બન્ને ર૦૦૦ થી કાનૂની લડાઈ લડી રહ્યા છે. ત્યારે મેઘા પાટકરે તેમના અને નર્મદા બચાવો આંદોલન વિરૂદ્ધ જાહેરાતો પ્રકાશિત કરવા બદલ વી.કે. સક્સેના સામે કેસ દાખલ કર્યો હતો.
મેઘા પાટકરને દોષિત ઠરાવતી વખતે સાકેત કોર્ટે કહ્યું હતું કે, ફરિયાદી પર કાયર, દેશભક્તિહીન અને હવાલા વ્યવહારમાં સામેલ હોવાનો આરોપ લગાવતા આરોપીઓના નિવેદનો માત્ર બદનક્ષીભર્યા નહોતા, પરંતુ નકારાત્મક ધારણાઓને ઉશ્કેરવા માટે પણ કરવામાં આવ્યા હતાં. વી.કે. સક્સેના તે સમયે અમદાવાદ સ્થિત એનજીઓ નેશનલ કાઉન્સિલ ફોર સિવિલ લિબર્ટીઝના વડા હતાં.
સક્સેનાએ ટીવી ચેનલ પર તેમની વિરૂદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા અને બદનક્ષીભર્યા પ્રેસ નિવેદનો આપવા બદલ મેઘા પાટકર વિરૂદ્ધ બે કેસ પણ દાખલ કર્યા હતાં. વી.કે. સક્સેનાએ અપમાનજનક નિવેદન કરવા બદલ તેમની સામે બે કેસ દાખલ કર્યા હતાં. બદનક્ષીનો કેસ જેમાં પાટકરને દોષી ઠેરવવામાં આવ્યા છે તે ર૦૦૩ નો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial