Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાસણમાં વિદ્યાર્થીઓને પર્યાવરણ જાળવણી અંગે માર્ગદર્શન આપવા
જામનગર તા. ૧૬: રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા સાસણમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓને પ્રકૃતિ, જળસંચય, પર્યાવરણની જાળવણી, વન વૃદ્ધિ માટે માર્ગદર્શન-માહિતી આપવા માટે ખાસ પ્રશિક્ષણ શિબિરો યોજવામાં આવે છે.
જેમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને કોઈપણ જાતનો ચાર્જ લીધા વગર વન વિભાગ દ્વારા રહેવા તથા જમવાની સુવિધા આપવામાં આવે છે.
સાસણના પ્રાકૃતિક વાતાવરણમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાના વર્ગો માટે જામનગરની સંસ્થા નવાનગર નેચર ક્લબ દ્વારા પ્રકૃતિવિદ્ અને સિંહ પ્રેમી પારસભાઈ મકીમની પ્રશિક્ષક -તજજ્ઞ તરીકે પસંદગી કરવામાં આવી છે. તેઓ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ જાળવણી અંગે જાગૃતિ આવે તે માટે માનદ્ સેવા સાથે માર્ગદર્શન આપશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial