Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાના હોટલ મેનેજરે નોંધાવી ફરિયાદઃ
જામનગર તા. ૧૬: દ્વારકા આવેલી એક હોટલમાં એકાદ મહિના પહેલા ઉતરેલા છત્તીસ ગઢ રાજ્યના સાત વ્યક્તિએ ભાડા પેટે ચૂકવવાની થતી રૂ.પોણા લાખની રકમ યુપીઆઈથી આપતા હોવાનો ડોળ કરી તે રકમ ચાર્જ બેકથી પરત મેળવી છેતરપિંડી કરતા આ હોટલના મેનેજરે સાતેય સામે ફરિયાદ કરી છે.
દ્વારકા શહેરમાં આવેલી હેવથોર્ન હોટલમાં છત્તીસગઢ રાજ્યમાંથી તા.૬ નવેમ્બરના દિને યશ અશોકભાઈ જુમાણી, પ્રથમ અશોકભાઈ મંજર, સાહિલ મોટવાણી, ઉદિત પ્રિતમ ધનસાની, જસકીરત સરબજીત, દીપક તેજવાણી અને આદિત્યસિંહ દિનેશસિંહ સોલંંકી નામના સાત આસામી આવ્યા હતા.
આ વ્યક્તિઓએ હોટલના ભાડાપેટે રૂ.૫૦ હજાર મેનેજર બ્રિજેશ રમેશચંદ્ર યાદવ સમક્ષ જમા કરાવ્યા હતા. તે પછી હિસાબ કરાવાતા કુલ રૂ.૭૫૦૯૯ ચુકવવાના થતા હોવાથી આ વ્યક્તિઓએ જસકિરતના કાર્ડમાંથી યુપીઆઈ કરી તે રકમ ચુકવવા તૈયારી દર્શાવી હતી.
તે રકમ માટે જસકિરતના કાર્ડમાંથી રકમ કપાવ્યા પછી જમા કરાવેલા રૂ.૫૦ હજાર પરત મેળવી આ શખ્સો ચાલ્યા ગયા હતા. તે પછી ચાર્જ બેકથી જસકિરતે પોતાની રકમ પરત મેળવી લીધી હતી. આવી રીતે રૂ.૭૫૦૯૯ની છેતરપિંડી કરી લેવાતા હેવર્થોર્ન હોટલના મેનેજર બ્રિજેશ યાદવે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial