Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદ તા. ૧૬: હોસ્પિટલોની દાદાગીરી બંધઃ ઈનહાઉસ મેડિકલ સ્ટોરમાંથી જ દવા લેવી હવે ફરજિયાત નહીં રહે. આ માટે રાજય સરકારે પરિપત્ર જાહેર કર્યો છે.
ગુજરાતમાં ખ્યાતિ કાંડ, નસબંધી કાંડ, નકલી ડોકટરો સહિત અનેક આરોગ્ય વિભાગ સાથે જોડાયેલી બેદરકારી અને કૌભાંડો સામે આવ્યા બાદ છેક હવે ગુજરાત સરકારની આંખ ઉઘડી છે. રાજય સરકારે હોસ્પિટલ અને દવાઓને લઈને મોટો નિર્ણય લીધો છે.
રાજય સરકારના નિર્ણય મુજબ, હવે ખાનગી હોસ્પિટલો પોતાના જ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવાની ફરજ નહીં પાડી શકે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી સૂચના આપવામાં આવી છે.
સરકારને આટલાં વર્ષો પછી હવે ભાન થયુ કે હોસ્પિટલો દર્દીને પોતાના જ મેડિકલ સ્ટોરમાંથી હોસ્પિટલના નજીકના મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવા માટે મજબુર કરે છે. કોઈ હોસ્પિટલની દવા ચોકકસ મેડિકલ સિવાય બીજે કયાંય મળતી નથી. આવા ગુજરાત સરકારે દર્દીઓને છૂટથી ગમે ત્યાંથી દવા ખરીદી શકે તે માટેનો નિયમ બનાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial