Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઠેબા બાયપાસ પાસે સ્કૂટરચાલક ટેન્કરના જોટા હેઠળ ચગદાઈ ગયાઃ
જામનગર તા. ૧૬: જામનગરના તીનબત્તી જેવા ભરચક્ક વિસ્તારમાંથી શનિવારે બપોરે પસાર થતાં એક ટ્રકે આગળ જતાં સ્કૂટરચાલક વૃદ્ધને હડફેટે લીધા હતા. આ વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. ઠેબા બાયપાસ પાસે ગઈકાલે બપોરે ડમ્પરની ઠોકરે ચઢેલા સ્કૂટરચાલક પર કાળનો પંજો પડ્યો છે. સરૂ સેક્શન રોડ પર ત્રિપલ સવારીમાં જતા બાઈકે મોટરને ઠોકર મારી તેમાં નુકસાન કર્યું છે.
જામનગરના ગુલાબનગર સામે આવેલા નારાયણનગરની શેરી નં.૧માં રહેતા કલ્પેશભાઈ વલ્લભભાઈ ચૌહાણ નામના સતવારા યુવાનના સસરા જયંતભાઈ કાંતિલાલ સંઘવી (ઉ.વ.૬૯) શનિવારે બપોરે ત્રણેક વાગ્યે નગરના તીનબત્તી વિસ્તારમાંથી મોટરસાયકલ લઈને જતા હતા ત્યારે તેઓને પાછળથી જીજે-૧૦-ટીએકસ ૯૪૭૭ નંબરના ડમ્પરે ઠોકર મારી દીધી હતી.
આ અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા પામેલા જયંતભાઇનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી ડમ્પરચાલક પોતાનું વાહન મૂકીને નાસી ગયો હતો તેની સામે કલ્પેશભાઈ ચૌહાણે ફરિયાદ નોંધાવી છે.
જામનગરના સરૂ સેકશન રોડ પર આવેલા પોલીસ હેડ ક્વાર્ટરના બ્લોક નં.૧૬/૨૦૨-બીમાં રહેતા જીગ્નેશભાઈ રામજીભાઈ વાળા નામના પોલીસ કર્મચારી ગુરૂવારે રાત્રે દસેક વાગ્યે પોલીસ હેડકવાર્ટર માં જવા માટે પોતાની જીજે ૬ એલકે ૨૮૬૩ નંબરની મોટર વાળતા હતા ત્યારે નંબર પ્લેટ વગરના ધસી આવેલુ એક ત્રીપલસવારી મોટરસાયકલ અથડાઈ પડ્યું હતું. આ અકસ્માતમાં મોટરસાયકલના ચાલકને ઈજા થઈ છે અને મોટરમાં રૂ.૪૦ હજારનું નુકસાન થયું છે. ઈજા પામેલા મોટરસાયકલ ચાલક સામે જીગ્નેશભાઈ વાળાએ ફરિયાદ નોંધાવી છે.
જામનગરના લાલપુર બાયપાસથી ઠેબા બાયપાસ વચ્ચે ગઈકાલે બપોરે અગિયારેક વાગ્યે જીજે-૧૨-બીવાય ૨૭૫૪ નંબરનંુ ટેન્કર પુરપાટ ઝડપે પસાર થયું હતું તેના ચાલકે બેદરકારીથી ડ્રાઈવીંગ કરી આગળ જતા જીજે-૧૦-સીએ ૪૮૯૦ નંબરના એક્સેસ સ્કૂટરને ઠોકર મારતા તેનો ચાલક ટેન્કરના જોટા હેઠળ ચગદાઈ ગયો હતો. આ યુવાનનું માથામાં ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જી ટેન્કરનો ચાલક ફરાર થઈ ગયો હતો. તેની સામે રણજીત સાગર રોડ પર સુભાષપાર્કની શેરી નં.૩માં રહેતા સુરેશભાઈ તેજાભાઈ રાઠોડે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial