Advertisement
Author: નોબત સમાચાર

જય દ્વારકાની થીમ સાથે વિશ્વની સૌથી પ્રાચીન ધરોહર સમી ડૂબેલી દ્વારકાની મહત્તા ઉજાગર કરાશે

દુનિયાભરમાં ડૂબેલ ૧૫ નગરીમાં દ્વારકા સૌથી પ્રચીન અને મહત્ત્વની નગરી

દ્વારકા તા. ૧૬: દક્ષિણ ભારતીય સંસ્થાના જનરલ સેક્રેટરી રવિન્દ્રનાથના જણાવ્યા અનુસાર સંસ્થા દ્વારા આ સાથે જય દ્વારકા મીશન ચલાવવામાં આવશે જેમાં દુનિયાભરમાં ડૂબી ગયેલા શહેરોમાં દ્વારકા નગરી સૌથી પ્રાચીન હોય જેના લીધે પ્રાચીન દ્વારકાના ઉત્ખનન, જાળવણી વિગેરેના સરકારના પ્રયાસોમાં સહભાગી બની પ્રોત્સાહિત કરવામાં આવનાર છે.

આ સાથે સંસ્થાના રવિન્દ્રજીથે એમ પણ જણાવ્યું હતું કે દુનિયાભરમાં અત્યાર સુધીમાં કુલ ૧૫ જેટલી નગરીઓ જે તે કારણોસર સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ છે. આમ તમામ ૧૫ સિટીઓમાં યાત્રાધામ દ્વારકા સૌથી વધુ પ્રાચીન હોય જયાં સિંધુ ખીણની સંસ્કૃતિ, મેસોપોટેમીયા સંસ્કૃતિ, ઈજિપ્ત સંસ્કૃતિ, ચીનની સંસ્કૃતિ, મિનોઆન સંસ્કૃતિ, ઓલ્મેક સંસ્કૃતિ અને નોર્ટેચિકો સંસ્કૃતિ દરમ્યાન અસ્તિત્વમાં આવી હોય ભગવાન શ્રીકૃષ્ણએ જયાં શાસન કર્યુ હોવાનું હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં પૂરાવો હોય પૌરાણિક દ્વારકાને પ્રચીન વિશ્વની રાજધાની સમાન ગણાવતાં આ સંસ્કૃતિના સંસ્મરણો દિર્ઘકાલીન નોંધ લેવાય તે હેતુ જય દ્વારકા મિશન ચલાવવામાં આવનાર છે.

આ સંસ્થા દ્વારા હૈદરાબાદમાં ૨૪ જૂને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુની ઉપસ્થિતિમાં જય દ્વારકા અભિયાનનું ઉદ્ઘાટન કરવામાં આવેલ અને ત્યારબાદ ડૂબેલી દ્વારકાના બંધારણને સાચવવા તેમજ મહાભારતકાળના છુપાયેલા પુરાતત્ત્વીય પૂરાવાઓને ઉજાગર કરવા જરૂરી સરકારી મંજૂરીઓ મેળવાયા બાદ આ વિશ્વ ધરોહરના પ્રાચીન કલાકૃતિઓના રહસ્યોને બહાર લાવવા તેમજ જાળવણી હેતુ પ્રયાસો હાથ ધરવાની નેમ હોવાનું રવિન્દ્રજીથે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે યુનેસ્કોની વર્લ્ડ હેરીટેજ સાઈટ્સની યાદીમાં પ્રાચીન દ્વારકાનો ઉલ્લેખ કરાયો છે. ત્યારે આઈટીએસ સીકસથ વાવ સંસ્થા દ્વારા ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયને એક પ્રતિનિધિત્વ રજૂ કર્યુ હતું. જેમાં પ્રાચીન દ્વારકાનું નામ ભારતના રાષ્ટ્રીય હેરીટેજ સાઈટ્સમાં સામેલ કરવા અને નામના શિલાલેખ માટે અરજી કરવા માટે જરૂરી પગલા લેવા રજૂઆત કરવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh