Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલ તાલુકાના હમાપરમાં રૂ. ૭ કરોડના ખર્ચે થશે બ્રીજનું નિર્માણઃ હરખની હેલી

ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના હસ્તે શુભારંભ

જામનગર તા. ૧૬: ધ્રોલ તાલુકાના હમાપર ગામે ૭ કરોડ ના ખર્ચે બનનાર બ્રીજ નું ધારાસભ્ય મેધજીભાઈ ચાવડાના  હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. તેઓની રજુઆતના પગલે, કાલાવડ, ધ્રોલ અને જોડીયા તેમજ મોરબી તાલુકાના  ૨૪ કરોડના ખર્ચે ૭ બ્રીજ મંજુર કરાવવામાં સફળતા મળી છે ત્યારે હમાપર સહીત આજુબાજુના ગ્રામજનો માં ભારે  આનંદની લાગણી ફેલાઈ હતી.

ધ્રોલ તાલુકા ના પ્રથમ વખત ધારાસભ્ય મેધજીભાઈ ચાવડા હતા ત્યારે ૨૦૧૭ માં આ બ્રીજ મંજુર કરાવ્યો હતો પરંતુ  કોઈપણ કારણોસર આ બ્રીજનું કામ અટકી ગયુ હતુ. અને વિકાસના કામો અટકી જવા પામ્યા હતા તેવામાં ફરીથી  મેધજીભાઈ ચાવડાએ ધ્રોલ તાલુકાના હમાપર ગામે નવા ભાવ પ્રમાણે ૭ કરોડ રૂપિયાના ખર્ચે હમાપર ગામે બ્રીજ મંજુર  કરાવ્યો હતો જેનું મેધજીભાઈ ચાવડાના હસ્તે કરાયુ હતું.

ધ્રોલથી હમાપર ગામને જોડતા રસ્તે ૧૦ ગામો આવે છે અને દર ચોમાસા દરમ્યાન હમાપર ગામે ભારેથી અતિ ભારે  વરસાદના કારણે હમાપર સહીતના ૭ ગામો વિખુટા પડી જતા ધારાસભ્યએ  બ્રિજ માટે રજૂઆત કરી હતી. આથી તેમના  હસ્તે આ બ્રીજનું ખાતમુહૂર્ત કરવામાં આવતા સમગ્ર હમાપર ગામ સહીત આજુબાજુના ગામોમાં હરખની હેલી જોવા  મળી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય મેધજીભાઈ ચાવડા, ઉપરાંત ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઈ મુંગરા, જિલ્લા ઉપાધ્યક્ષ  ડી.ડી. જીવાણી, ધ્રોલ તાલુકા ભાજપ પુર્વ પ્રમુખ રાજભા જાડેજા, ધ્રોલ નગર પાલિકા પૂર્વ પ્રમુખ વિરભાઈ વરૂ,  હિતેશભાઈ ભોજાણી, કિસાન મોરચા પ્રમુખ અરવિંદભાઈ હિન્સુ(કાકા), હમાપર ગામના સરપંચ, અશોકભાઈ કાનગડ,  કાથડભાઈ શિયાર, હમાપર ગામના ભાજપના પીઢ અગ્રણી કેશુભાઈ ડાંગર સહિત આજુબાજુના ગામના લોકોએ ધારાસભ્ય મેધજીભાઈ ચાવડાનું સન્માન કર્યુ હતું. નાથાબાપાના આશિર્વાદ લીધા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh