Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લા લોકઅદાલતનું રેકર્ડબ્રેક પરિણામઃ
જામનગર તા. ૧૬: જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષની અંતિમ લોકઅદાલત યોજવામાં આવી હતી. જેમાં જામનગરમાં રજૂ થયેલા ૧૯૭૫૨ કેસમાંથી ૭૩૪૨ કેસનો નિકાલ થયો હતો અને રૂ.૧૯ કરોડથી વધુમાં સમાધાન સધાયું હતું. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૩૮૩૯ કેસનો રૂ.૩ કરોડથી વધુના સમાધાનમાં નિકાલ થતાં રેકર્ડ થયો હતો.
જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આ વર્ષની અંતિમ લોકઅદાલત યોજવામાં આવી હતી. જેમાં ૭૩૪૨ કેસનો નિકાલ થયો હતો. રૂ.૧૯,૨૫,૮૫,૪૮૯ ચૂકવવા સમાધાન થયું હતું.
લોકઅદાલતમાં પેન્ડીંગ રહેલા કુલ કેસમાંથી ૧૯૭૫૨ કેસ મુકવામાં આવ્યા હતા. જેમાં પ્રિલીટીગેશનના ૧૪૪૨૯ કેસમાંથી ૩૮૦૨ કેસનો નિકાલ થયો હતો. લોક અદાલતના ૨૪૧૯ કેસ મુકાયા હતા તેમાંથી ૯૩૯ કેસ, સ્પે. સીટીંગના ૨૯૦૪ કેસ મુકાયા હતા તેમાંથી ૨૬૦૧ કેસ અને અન્ય ૫૩૨૩ કેસમાંથી ૩૫૪૦ કેસ નિકાલ થયા હતા.
તે ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષની અંતિમ લોકઅદાલતમાં ૩૮૩૯ કેસનો નિકાલ થવા પામ્યો હતો. રૂ.૩.૩૦ કરોડમાં સમાધાન શક્ય બન્યું હતું. ઉલ્લેખનીય છે કે, દ્વારકા જિલ્લો અસ્તિત્વમાં આવ્યા પછી આ જિલ્લાની અદાલતોમાં પેન્ડીંગ રહેલા કેસમાં એક જ લોકઅદાલતમાં ૨૩.૬૩ ટકા કેસનો રેકર્ડબ્રેક નિકાલ થઈ જવા પામ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial