Advertisement
Author: નોબત સમાચાર

રસોઈ મોડી બનવાની બાબતે પતિએ ઠપકો આપતા પત્નીએ કરી આત્મહત્યા

બીમારીથી કંટાળી મહિલાનું વિષપાનઃ

જામનગર તા. ૧૬: ધ્રોલના રાજપર ગામમાં ખેતમજૂરી માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના શ્રમિક દંપતી વચ્ચે રસોઈ મોડી બનવાની બાબતે બોલાચાલી થતાં પત્નીએ ઝેરી દવા પી જિંદગીનો અંત આણ્યો છે. જ્યારે કાલાવડના રણુજામાં મજૂરી કામ કરતા એક પરપ્રાંતિય મહિલાએ માનસિક બીમારીથી કંટાળી ઝેર પી જિંદગી ટૂંકાવી લીધી છે. પોલીસે બંને બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

ધ્રોલ તાલુકાના રાજપર ગામના વાડી વિસ્તારમાં આવેલા અશોકસિંહ ચનુભા જાડેજા નામના ખેડૂતના ખેતરમાં મજૂરી માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની મુકેશભાઈ મોહબ્બતભાઈ અજનાર નામના શ્રમિકે પોતાના પત્ની સુરબાઈને જમવાનું મોડું બને છે તેમ કહી ઠપકો આપતા આ મહિલાએ શનિવારે કોઈ ઝેરી દવા પી લીધી હતી.

બેશુદ્ધ બની ગયેલા આ મહિલાને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી તેણીનું મૃત્યુ નીપજ્યું છે. પતિ મુકેશ ભાઈએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે. આ મહિલાના પિયર પક્ષને જાણ કરાઈ છે.

કાલાવડ તાલુકાના રણુજા ગામમાં પરસોત્તમ પ્રેમજીભાઈ વસોયા નામના ખેડૂતના ખેતરમાં ખેતમજૂરી માટે આવીને રહેતા મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના બોરી ગામના વતની રાકેશભાઈ કેશરસિંગ ભાંબરના પત્ની સુનીતાબેન (ઉ.વ.રપ) માનસિક બીમારીથી પીડાતા હતા. ત્રણેક દિવસથી તેઓની તબીયત લથડ્યા પછી ગઈકાલે સવારે આ પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. સારવાર માટે દવાખાને લઈ જવાયેલા સુનીતાબેનનું બપોરે મૃત્યુ નિપજ્યું છે. રાકેશ ભાંબરે પોલીસને વાકેફ કરી છે. કાલાવડ શહેર પોલીસે તેની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh