Advertisement
Author: નોબત સમાચાર

ફ્રાન્સમાં ચિડો વાવાઝોડાથી ૧૦૦૦થી વધુના મોતની આશંકાઃ ભારે તબાહી

રર૦ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનથી વેરાયો વિનાશઃ

પેરીસ તા. ૧૬: ફ્રાન્સમાં ચિડો વાવાઝોડાએ વિનાશ વેર્યો છે, અને ૧૦૦૦ થી વધુ લોકોના જીવ ગયા હોવાના અહેવાલો આવી રહ્યા છે.

ફ્રાન્સના મેયોટ વિસ્તારમાં 'ચિડો' વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. અહીં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા લગભગ ૧૦૦૦ ને આંબી ગઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. એક ટોચના સરકારી અધિકારીએ રવિવારે આ માહિતી આપી.

મેયોટ પ્રિફેક્ટ ફ્રાન્કોઈસ-ઝેવિયર બ્યુવિલેએ કહ્યું કે, 'મને લાગે છે કે સેંકડો લોકો આ વાવાઝોડાને કારણે માર્યા ગયા છે. કદાચ સંખ્યા લગભગ એક હજાર સુધી પહોંચી શકે છે. શનિવારે હિંદ મહાસાગરના ટાપુઓ પર ત્રાટકેલા ઉષ્ણકટિબંધીય ચક્રવાતને કારણે થયેલા વ્યાપક વિનાશ પછી ચોક્કસ આંકડા આપવાનું હાલ તો 'અત્યંત મુશ્કેલ છે.'

અધિકારીઓએ રવિવારે અગાઉ મેયોટમાં ઓછામાં ઓછા ૧૧ લોકોના મૃત્યુની પુષ્ટિ કરી હતી, પરંતુ પછીથી જણાવ્યું હતું કે, સંખ્યા વધવાની અપેક્ષા છે. આફ્રિકાના કિનારે દક્ષિણ-પૂર્વ હિંદ મહાસાગરમાં સ્થિત મેયોટ ફ્રાન્સનો સૌથી ગરીબ ટાપું પ્રદેશ અને યુરોપિયન યુનિયનનો સૌથી ગરીબ પ્રદેશ ગણાય છે.

ફ્રેન્ચના હવામાન વિભાગન જણાવ્યાનુસાર ચિડોને કારણે રર૦ કિલોમીટર પ્રતિકલાકથી વધુની ઝડપે પવન ફૂંકાયો હતો, જેના કારણે મેયોટમાં અનેક મકાનોને નુક્સાન થયું હતું. આફ્રિકાના પૂર્વ કિનારે લગભગ ૮૦૦ કિલોમીટર દૂર આવેલ બે મુખ્ય ટાપુઓમાં ફેલાયેલા મેયોટની વસતિ ૩ લાખથી વધુ લોકોની છે. કેટલાક સ્થળોએ સમગ્ર વિસ્તાર નાશ પામ્યો હતો. સ્થાનિક રહેવાસીઓએ અહેવાલ આપ્યો હતો કે ઘણાં વૃક્ષો ઉખડી ગયા હતાં અને હોડીઓ પલટી કે ડૂબી ગઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh