Advertisement
Author: નોબત સમાચાર

દરિયામાં સ્કૂબા ડાઈવર્સ દ્વારા બનાવાશે 'હ્યુમન ફલોટીંગ લોગો'

ડૂબેલી દ્વારકાની જગ્યા આવેલી છે ત્યાં

દ્વારકા તા. ૧૬: તા. ર૧ ડિસેમ્બરે વર્લ્ડ સન્કન સિટી ડે નિમિત્તે જય દ્વારકા અભિયાન અંતર્ગત દ્વારકાની પંચકુઈ બીચ નજીક જે જગ્યા પર સમુદ્રમાં ડૂબેલી દ્વારકાના અવશેષો પ્રાપ્ત થયા છે તે જગ્યા પર બીચ નજીક અરબી સમુદ્રની અંદર સ્કૂબા ડાઈવર્સની ટીમો દ્વારા હ્યુમન ફલોટીંગ લોગો બનાવવા પ્રયાસ હાથ ધરાશે. વિશ્વભરમાં ડૂબી ગયેલા શહેરોના સરંક્ષણની થીમ સાથે મોરપિંછ આકારનો ફલોટીંગ લોગો - ઈમેજ બનાવવામાં આવનાર છે.

પંચકુઈ બીચ પર જય દ્વારકાની થીમ સાથે યોજાનાર મેગા ઈવેન્ટમાં સમુદ્રમાં સ્કૂબા ડાઈવર્સની ટીમ દ્વારા ગોળાકાર શેઈપમાં કુલ સાત ભાગોમાં વહેંચાયેલો અને શ્રીકૃષ્ણના પ્રતીક સમા મોરપિંછ આકારનો ફલોટીંગ લોગો બનાવવામાં આવશે. જેને આસમાન પરથી નિહાળતા સમુદ્ર વચ્ચે ગોળાકાર સાત પાર્ટીશન સાથેનો મોરપિંછથી બનેલો કલાત્મક લોગો દૃશ્યમાન થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh