Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પરીક્ષા કેન્દ્રો શરૂ કરવા માંગતી સંસ્થાઓ અરજી કરે
રાજકોટ તા. ૧૬: સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ દ્વારા વર્ષમાં બે વખત લેવાતી હિન્દી બાળપોથી, પહલી, દૂસરી અને તીસરી પરીક્ષાઓ ૨૦૨૫ની સાલમાં ૨૨ અને ૨૩, ફેબ્રુઆરી, અનુક્રમે શનિવાર અને રવિવારે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં લેવાશે. હિન્દી કેન્દ્રો માટે આ પરીક્ષાઓનાં અરજીપત્રો ભરવાની છેલ્લી તારીખ ૨૦મી જાન્યુઆરી, ૨૦૨૫ રહેશે. જયારે ભરાયેલ અરજીપત્રો તેની ફી ની રકમ સાથે કાર્યાલયમાં પહોંચાડવાની છેલ્લી તારીખ ૨૪મી જાન્યુઆરી, ૨૦૨૫ નકકી કરાયેલ છે.
બાળકોમાં ભાષા શુદ્ધિ, વ્યાકરણ, જોડણી વગેરેનું જ્ઞાન વધે અને રાષ્ટ્રભાષા પ્રત્યેની અભીરૂચિ વિશેષ કેળવાયએ મુખ્ય હેતુથી લેવાતી આ પરીક્ષામાં સપ્ટેમ્બરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બેસે તે માટે સઘન પ્રયાસો હાથ ધરાયા છે. અત્રે એ પણ યાદ રહે કે આ પરીક્ષા સૌરાષટ્ર કચ્છનાં ૪૦૦થી વધુ કેન્દ્રોમાં હાલ લેવાય છે.
સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિના મંત્રીએ જણાવ્યું છે કે આ સમિતિની હિન્દી પરીક્ષાઓ સૌરાષ્ટ્ર (ચછના ૪૦૦ જેટલા કેન્દ્રોમાં લેવાતી હોવા છતાં આ વિસ્તારના ઘણા કામો તથા શિક્ષણ સંસ્થામાં હજી આ પરીક્ષા લેવાતી નથી. આવા ગામો અને શિક્ષણ સંસ્થાઓના બાળકો હિન્દીના જ્ઞાન અને તેના પ્રમાણપત્રોથી વંચિત ન રહે તે હેતુથી આવા દરેક ગામ અને શિક્ષણ સંસ્થામાં સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ પોતાનાં પરીક્ષા પ્રચાર કેન્દ્રો શરૂ કરવા ઈચ્છે છે. તેમણે તે શાળાના આચાર્યની ભલામણ સાથે પરીક્ષામંત્રી, સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ રાષ્ટ્રીયશાળા પ્રાંગણ, મનહર પ્લોટ, રાજકોટ-૩૬૦ ૦૦૨, સાથે પત્ર વ્યવહાર કરવો અથવા ટેલિફોન નંબર (૦૨૮૧) ૨૪૬૬૨૨૭ (કાર્યાલય), મોબાઈલ નં. ૭૯૮૪૨ ૫૩૫૫૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
નવા શરૂ થનાર કેન્દ્રો પણ જો સમયસર અરજીપત્રો કાર્યાલયને પહોંચાડશે તો આગામી ફેબ્રુઆરીની પરીક્ષાનો પણ તેમને લાભ મળશે. કાર્યાલયમાં ચાલતા જનરલ કેન્દ્ર (પેટાકેન્દ્ર) માં અરજી પત્ર ભરવાની છેલ્લી તાીરખ ૧૧-૦૧-૨૦૨૫ રહેશે. આ પરીક્ષાઓને લગતી અન્ય વિગતો, પાઠયપુસ્તક યાદી અભ્યાસ ક્રમ વગેરે તમામ માહિતી માટે રાજકોટ સ્થિત કાર્યાલયનો સંપર્ક સાધવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial