Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ વર્ષ પહેલાં કરાઈ હતી રાવઃ
જામનગર તા. ૧૪: જામનગરના પટેલ પાર્કઅ૩માં પાંચ વર્ષ પહેલાં રાત્રિના સમયે એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં હોર્ન વગાડવાની બાબતે પિતા, પુત્રએ એક વ્યક્તિ પર હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે બંને આરોપીનો છૂટકારો કર્યાે છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા પટેલ પાર્ક-૩માં એપાર્ટમેન્ટમાં રહેતા જયકિશનભાઈ નર્મદાશંકર જોષીએ ગઈ તા.૨૨-૫-૧૯ની રાત્રે પાર્કિંગમાં હોર્ન વગાડતા મિશાલ વિનુભાઈ પાંભર સામે હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ શખ્સ સામે પોલીસે ગુન્હો નોંધી તેની તથા તેના પિતા વિનુભાઈની ધરપકડ કરી હતી. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓના વકીલ ધવલ વજાણી, જય અગ્રાવત, જાનકી ભૂત, માનસી ફટાણીયા દ્વારા કરાયેલી દલીલો ગ્રાહ્ય રાખી આરોપી પિતા-પુત્રનો છૂટકારો ફરમાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial