Advertisement
Author: નોબત સમાચાર

સાડા બાર વર્ષની સગીરાનું અપહરણ તથા દુષ્કર્મના ગુન્હામાં કરાયો છૂટકારો

બે આરોપી સામે પોલીસમાં કરાઈ હતી ફરિયાદઃ

જામનગર તા. ૧૬: જામનગરના બે શખ્સ સામે એક સગીરાના અપહરણ તેમજ દુષ્કર્મ અંગે ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે બંને આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગરના સતિષ માલીવાડ તથા રાજુ ભારમલ નામના શખ્સોએ સાડા બાર વર્ષ વયની એક સગીરા સાથે પરિચય કેળવ્યા પછી પ્રેમસંબંધ બાંધી તેણીનંુ અપહરણ કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.

પોલીસે ઉપરોક્ત ગુન્હો આઈપીસી તથા પોક્સો એક્ટની કલમો હેઠળ નોંધી શરૂ કરેલી તપાસમાં તે સગીરા મળી આવી હતી. તેણીએ જણાવ્યંુ હતું કે, રાજુ લગ્ન કરવાની લાલચ આપીને નસાડી ગયો હતો અને સતિષે દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી હતી.

ઉપરોક્ત કેસ ચાલી જતાં અદાલતમાં આરોપીના વકીલ મોહસીન ગોરી, જયન ગણાત્રાએ કરેલી દલીલો ગ્રાહય રાખી કોર્ટે બંનેનો છૂટકારો ફરમાવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh