Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભૂમિપૂજનની રાહ જોવાઈ રહી છે?
ખંભાળીયા તા. ૧૬: ખંભાળીયા શહેરમાં ચાલતા કામ, મંજુર કામોમાં કંઈ સંકલન, હોદ્દેદાર નેતા, આગેવાનો વચ્ચે ના હોવાથી સ્થિતિ હોય કામ ટલ્લે ચડતા હોય તેવી સ્થિતિમાં પ્રજાની સગવડતામાં તકલીફ, પ્રજાનો મરો જેવી સ્થિતિ થાય છે તેવું વારંવાર બને છે.
દ્વારકા જિલ્લા કક્ષાનું અદ્યતન સુવિધાવાળું ફાયર સ્ટેશન કે જે ધરમપુર વિસ્તારમાં આરટીઓ સામે મંજુર થયું છે તેનું ટેન્ડરીંગ થઈ ગયું તથા કામનો હુકમ પણ થઈ ગયો છતાં ભૂમિપૂજનની રાહ મહિનાઓથી જોવાય છે!
ગામને છેડે ફાયર સ્ટેશન!!
ખંભાળીયામાં છેક આરટીઓ પાસે જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન બનાવવાનું છે. જે સમગ્ર જિલ્લામાં ઉપયોગ આવી શકે પણ એટલું દૂર થવાનું છે કે ગામ ચીરીને ફાટકમાંથી અટવાઈને જરૂરતવાળા સ્થળે પહોંચતા કલાકો નીકળી જાય.!
શહેરની નજીક અનેક જગ્યાઓ ખાલી હોવા છતાં આટલું દૂર જ્યાં રેલવે ફાટક નડતરરૂપ બને તેવી જગ્યાએ ફાયર સ્ટેશન બનાવે તો ઈમરજન્સી બનાવમાં વિઘ્ન આવશે તેવો પણ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial