Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં બે ઈમારત તોડવા લાખોનો ખર્ચઃ એક ઈમારત તૂટતા મળશે આવક!!

મહાનગરપાલિકાના વહીવટનો ઉત્કૃષ્ટ નમૂનો

જામનગર તા. ૧૬: જામનગર મહાનગર પાલિકાનો વહીવટ કાયમ વિવાદમાં રહે છે. જુના વહીવટી ભવન સહિતની કેટલીક ઈમારતો તોડી પાડવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. જે પેટે મનપાને બે લાખથી વધુની આવક થશે.

જયારે હાઉસીંગ બોર્ડના અને ૧૪૦૪ આવાસની ઈમારતો તોડી પાડવામાં આવી રહી છે. તેમાંથી ફદીયુ પણ મળ્યુ નથી ઉલ્ટાનો મશીનરી, માનવ શકિત માટે લાખોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

જામનગર મહાનગર પાલિકા દ્વારા જર્જરિત હાલતમાં રહેલ હાઉસીંગ બોર્ડના મકાનો (ન્યુ સાધના કોલોની)માં અને ૧૪૦૪ આવાસ યોજનાના અઢળક મકાનો તોડી પાડવા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેમાંથી નિકળતા લોખંડ, અને લાકડાનાં બારી-દરવાજાનો કાટમાળનું વેચાણ કરે તો પણ સારા પ્રમાણમાં પૈસા મળે પરંતુ ફદીયાની પણ આવક થઈ નથી. મકાન તોડયા પછી લોખંડ-લાકડું લોકો ચોરી કરી લઈ જાય છે. અને મનપાનું તંત્ર તમાશો જુવે છે.

બીજી તરફ જુનું વહિવટી ભવન અને અન્ય જુની અને જર્જરિત ઈમારતો તોડી પાડવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. અને આ બિલ્ડીંગ ખાનગી કોન્ટ્રાકટર પેઢી દ્વારા તોડી પાડવામાં આવશે. એટલે કે તેમાં કોઈ ખર્ચ થશે નહીં ઉલ્ટાના કાટમાળમાંથી બે લાખથી વધુની આવક મળશે. એટલે કે એક બિલ્ડીંગમાંથી આવક મેળવાશે જયારે બે બિલ્ડીંગ તોડી પાડયા લાખોનો ખર્ચ કરાઈ રહ્યો છે.

આમ મહાનગરપાલિકાના અધિકારીઓનો વહીવટ પદ્ધતિ સમજાતી નથી અને પદાધિકારીઓને પણ મનપાની આવક જાવક માટે કોઈ રસ નથી તેમ જણાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh