Advertisement
Author: નોબત સમાચાર

તા. ૨૫ ડિસેમ્બરે જામનગરની એસ.બી. શર્મા ગ્રુપ ઓફ સ્કૂલમાં સ્વેટર વિતરણનું આયોજન

જામનગર તા. ૧૬: પંડિત બાબાદીન રામઆધાર શર્મા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એસ.બી. શર્મા ગ્રુપ ઓફ સ્કૂલના  મેનેજીંગ ટ્રસ્ટી શિવસાગર શર્મા દ્વારા ૬૦ વર્ષથી ઉપરની મહિલાઓ માટે નિઃશુલ્ક સ્વેટરનું વિતરણ કરવામાં આવશે. આ  કાર્યક્રમ તા. ૨૫-૧૨ના સવારે ૧૧ વાગ્યે એસ.બી. શર્મા વર્લ્ડ સ્કૂલ, ખોડીયાર કોલોની, એમ.પી .શાહ વૃદ્ધાશ્રમની પાસે  રાખવામાં આવ્યો છે. સ્વ. પંડિત બાબાદીન રામઆધાર શર્માની ૧૫મી પુણ્યતિથિ નિમિતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો  છે. આથી ૬૦ વર્ષથી ઉપરની બહેનોએ તેમનું આધાર કાર્ડ લઈને સ્લીપ મેળવી લેવાની રહેશે. સ્લીપ મેળવવાં માટે તા.  ૧૬-૧૨ને સોમવારથી સાંજના ૪ થી ૬ વાગ્યા સુધીમાં એસ.બી. શર્મા વર્લ્ડ સ્કૂલ, એમ.પી. શાહ વૃધાશ્રમ પાસે,  ખોડીયાર કોલોની, જામનગરનો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh