Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પદ્મવિભૂષણ સહિત અનેક સન્માનો મેળવનાર
નવી દિલ્હી તા. ૧૬: 'ઉસ્તાદ' તરીકે જાણીતા થયેલા મશહુર તબલાવાદક ઝાકિર હુસૈનનું નિધન થયું છે. તેઓએ અનેક ખિતાબો મેળવ્યા હતાં.
વિશ્વપ્રસિદ્ધ તબલાવાદક અને પદ્મભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન થયું છે. સોમવારે સવારે તેમના પરિવારે આ વાતની પુષ્ટિ કરી હતી. પરિવારના જણાવ્યા અનુસાર હુસૈન ઈડિયોપેથિક પલ્મોનરી ફાઈબ્રોસિસથી પીડિત હતાં.
ર૦ મી સદીના સૌથી પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ અલ્લાહ રખા કુરેશીએ જ્યારે તેમના પુત્રને ખોળામાં બેસાડ્યા ત્યારે તેમણે કાનમાં તબલાના તાલ સંભળાવ્યા હતાં. પરિવારે કારણ પૂછ્યું તો તેમણે કહ્યું, તબલાના આ તાલજ મારી આયત છે. તે બાળક હતો ઝાકિર હુસૈન, જેણે આખી દુનિયાને તબલાના તાલે ઝુમવાની તક આપી.
ઝાકિર હુસૈન, જેમણે સંગીતનો વારસો પોતાની નસોમાં જાળવી રાખ્યો હતો,તે દેશના એવા કલાકારોમાંના એક હતાં જેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવ્યું એટલું જ નહીં, તાલવાદ્ય વાદ્યોની દુનિયામાં તબલાને એક આગવું સ્થાન પણ અપાવ્યું છે.
ઝાકિર હુસૈનનો જન્મ ૯ માર્ચ ૧૯પ૧ ના મહારાષ્ટ્રમાં ઉસ્તાદ અલ્લાહ રખા અને બાવી બેગમને ત્યાં થયો હતો. તેમનું બાળપણ તેમના પિતાના તબલાના તાલ સાંભળવામાં વીત્યું હતું અને ૩ વર્ષની ઉંમરે ઝાકિરને પણ તબલા આપવામાં આવ્યા હતાં, જે તેમણે ક્યારેય છોડ્યો નહોતા. તેમના પિતા અને પ્રથમ ગુરુ ઉસ્તાદ અલ્લાહ રખા ઉપરાંત ઝાકિરે ઉસ્તાદ લતીફ અહેમદ ખાન અને ઉસ્તાદ વિલાયત હુસૈન ખાન પાસેથી તબલાના પાઠ પણ શીખ્યા હતાં. ઝાકિરે ભારતમાં તેનો પહેલો પ્રોફેશનલ શો ૧ર વર્ષની ઉંમરે કર્યો હતો. જેના માટે તેને ૧૦૦ રૂપિયા મળ્યા હતાં.
સમકાલીન વિશ્વ સંગીત એટલે કે પશ્ચિમ અને પૂર્વના સંગીતને એકસાથે લાવવાના તેમના સફળ પ્રયોગને કારણે તેઓ શાસ્ત્રીય સંગીતમાં નિપૂણ હતાં. એટલું જ નહીં, તેમણે ખૂબ જ નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય કલાકાર તરીકે પણ ખ્યાતિ મેળવી હતી. મિકી હાર્ટ, જ્હોન મેકલોફલિન જેવા કલાકારો સાથે ફ્યુઝન મ્યુઝિકના સૂર રેલાવાતી વખતે, જ તેમણે પોતાનું બેન્ડ શક્તિ પણ શરૂ કર્યું હતું.
આ વર્ષે ર૦ર૪ માં આ બેન્ડને ઘ ગ્રેમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતાં. એક સાથે ૩ ગ્રેમી એવોર્ડ જીતનાર તે પ્રથમ ભારતીય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial