Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ટોલનાકા ઉપર ટોલટેક્સના ઉઘરાણાઃ છેતરપિંડી

ઢગલાબંધ ટોલનાકાઃ લોકોમાં રોષ

ખંભાળીયા તા. ૧૬: કોંગ્રેસના સમયમાં તત્કાલિન સરકારો દ્વારા ટોલનાકાની પાવતી અસ્તિત્વમાં હતી, જેમાં નવા રોડ બનાવવા સરકારે ખર્ચ કરવો ના પડે તથા પ્રજાની સવલત - રોડ કોન્ટ્રાક્ટરના ખર્ચે બની જાય તે માટે સિસ્ટમ આવેલી ટોલનાકાની જેનું નામ હતું બનાવો, ચલાવો અને સોંપી દો એટલે કે, નવા રોડ કંપનીઓ, કોન્ટ્રાક્ટરો બનાવે તથા તેમનો ખર્ચ વસુલ થાય ત્યાં સુધી ચલાવે, એટલે કે, કર વસુલ કરે અને તેનો ખર્ચ ભરપાઈ થઈ જાય એટલે સરકારને સોંપી દે. સરકાર પછી કર બંધ કરી શકે પણ બનાવો, ચલાવો, સોંપીદોની યા યોજના જે સરકારના પાઠ્ય પુસ્તકોમાં પણ આવેલી છે, તે યોજનાનો ઉપયોગ બીજી રીતે થયો. ખર્ચના કરોડોથી વધુ વસુલાત પછી પણ ટેક્સ ચાલુ ઉલટું વધો જાય છે.!!

ઉદાહરણ જોઈએ તો અમદાવાદ-વડોદરા હાઈવે જે સૌ પ્રથમ ભારતનો એક્સપ્રેસ હાઈવે બન્યો, તેનો ખર્ચ ર૧રપ કરોડ થયેલો, તેની સામે અત્યાર સુધીમાં ૪૯૦૭ કરોડ ઉઘરાવાયા છે. વડોદરા-ભરૂચ ટોલ રોડ ૧૭૦૮ કરોડનો બન્યો. ટોલની વસુલાત ૪૪૯પ કરોડની થઈ, ભરૂચ-સુરત રોડ ૧પ૮૯ કરોડનો બન્યો. ૩૧૯૦ ટોલ વસુલાયો, સુરત-વાપી ૧૬૯૩ કરોડનો ખર્ચ થયો, વસુલાત ૧૯પ૬ કરોડ, સુરત-હજીરા ટોલ રોડ ૧પ૦ કરોડનો ખર્ચ થયો, આવક ૧૬૭૪ કરોડ, ગોધરાથી એમ.પી. રોડ ૭૮૬ કરોડનો થયો, અને ટોલટેક્સની આવક ૧૦૪૦ કરોડ, કચ્છનો સામખીયાણી ટોલ રોડ ૮૦પ કરોડ, ટોલટેક્સ આવક ૧૦૩૪ કરોડ, સામખીયાણી પાસેનો રોડ ૩૩૯ કરોડના ખર્ચ સામે ૭૮૮ કરોડની આવક થઈ, નર્મદા બ્રીજ સ્ટેશનમાં ખર્ચ પ૦૭ સામે પ૯૯ કરોડની આવક થઈ.

આમ ગુજરાતના માત્ર નવ ટોલરોડમાં જ આવક ૧૧૦૬૧ કરોડના ખર્ચ સામે ૧૯૪૮પ કરોડની થઈ છે. છતાં હજુ ટોલ રોડ ચાલુ છે અને ઉઘરાણી ચાલુ જ છે. રાજ્ય-કેન્દ્ર સરકાર રસ્તાઓ લોકોની સુવિધા માટે બનાવે છે કે, ધંધા આવક કે કંપની કોન્ટ્રાક્ટરોની કમાણી માટે તે પણ મોટો પ્રશ્ન છે...!!

સરકારની યોજના મુજબ ટોલરોડનો ખર્ચ કંપની ઊભો કરે તે પછી અમુક સમય પછી તે રોડ ટોલમુક્ત થઈ જાય પણ વર્ષો સુધી ટેક્સ વસુલ્યા પછી પણ ગુજરાતના અનેક ટોલરોડ પરના ટેક્સ હજુ ચાલુ છે. લોકોમં કટાક્ષ કરાય છે કે, સરકારની યોજના, બનાવો ચલાવો, સોંપી દો નીહં પણ બનાવો અને 'આજીવન' ચલાવો તેમ હોવું જોઈએ તેવો કટાક્ષ પણ થાય છે. દ્વારકાથી સોમનાથ ત્રણ ટોલનાકા, સોમનાથથી ઉના ચાર ટોલનાકા, મુંબઈ રોડ પર ટોલનાકાના ઢગલાથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh