Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્યમંત્રીને પાઠવ્યું આવેદનપત્ર
ભાટીયા તા. ૧૬: ભાટીયા ગામમાં જરૂરીયાતમંદ લોકોને ગામતળના પ્લોટો ફાળવવા ગુજરાત પ્રદેશ ભાજપ અનુ. જાતિ મોરચાના ભાજપના પ્રભારી વિરાભાઈ ગોરડીયાએ મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુરના ભાટિયા ગામમાં હાલમાં અંદાજે ૩૦ હજાર જેટલી વસ્તી ધરાવે છે. ભાટિયા ગ્રામ પંચાયત કચેરીમાં વર્ષોથી મકાન વિહોણા લોકોને ગામતળ પ્લોટની ફાળવણી કરવામાં આવેલ નથી. ભાટિયા ગામમાં દરેક સમાજના જરૂરિયાતવાળા લોકોને પ્લોટ તેમજ મકાનની જરૂરિયાત છે, પરંતુ ઘણા વર્ષોથી ગામતળ પ્લોટ ફાળવવામાં આવેલ નથી. ભાટિયા ગામમાં અંદાજે ૭૦ થી વધારે ગામનો વેપાર રહેલો છે, જેમાં દિવસભર દરેક ગામના લોકો આવ જા કરે છે. તેમજ બાજુમાં ઘડી કંપની તેમજ અન્ય પ્રાયવેટ કંપની હોવાથી અહીં મકાન ભાડા પણ ખુબ જ વધારે છે. જેથી જરૂરિયાતવાળા ગરીબ, પછાત લોકોને ખુબ જ મુશ્કેલીઓ પડે છે. અને તેમને ગામતળના પ્લોટ મળે તે જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial