Advertisement
Author: નોબત સમાચાર

ઈટ્રાના તજજ્ઞ સ્વયંસેવક દ્વારા થશે પ્રકૃત્તિ પરીક્ષણ

આયુર્વેદના સથવારે જાણો આપની પ્રકૃત્તિને

જામનગર તા. ૧૬: આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા દેશમાં પ્રકૃતિ પરીક્ષણની શરૂઆત કરવામાં આવી છે. આ કાર્યક્રમની શરૂઆત દેશના મહામહિમ રાષ્ટ્રપતિજીના પ્રકૃતિ પરીક્ષણથી કરવામાં આવી હતી. વિવિધ તબકકામાં યોજાનાર આ કાર્યક્રમમાં દેશના એક કરોડ પરિવાર સુધી પહોંચવાની લક્ષ્યાંક રાખી અને ગિનિઝ બુક ઓફ વર્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા માટે પ્રયાસ કરવામાં આવનાર છે. આયુષ મંત્રાલય દ્વારા અત્યાર સુધીમાં ૪ લાખ ૭૦ હજારથી વધુ સ્વયં સેવકોને આ માટે તાલિમબદ્ધ કરવામાં આવ્યાં છે.

જામનગરની ઈન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઈન આયુર્વેદ એટલે કે ઈટ્રામાં પણ આ પ્રકૃતિ પરીક્ષણની શરૂઆત કરવામાં આવી છે. જેમાં તજજ્ઞ આયુર્વેદ તબિબો દ્વારા વ્યકિતની સાથે થોડી મિનિટોમાં થોડાં સવાલ-જવાબથી જ વ્યકિતની પ્રકૃતિનું પરીક્ષણ કરવામાં આવશે એટલું જ નહીં પરંતુ તેનો ડેટા ભારત સરકારની મોબાઈલ એપ્લીકેશનમાં પણ દાખલ કરવામાં આવશે અને તેના દ્વારા વ્યકિતને તેના સ્વાસ્થ્યને સમજવામાં મદદરૂપ થવા પ્રયાસ કરવામાં આવશે. આ એપ્લિકેશન દ્વારા વ્યકિતને ઋતુ અને સમય અનુસાર તેને કઈ પ્રકારની કાળજી રાખવી? શું આહાર લેવો? શું ન લેવો ? જેવી અનેક બાબતો તેમાં જણાવવામાં આવે. એક પ્રકૃત્તિ પરીક્ષણ એ દીર્ઘકાલીન સમય માટે વ્યકિતને સ્વસ્થ રહેવા એક નવા આધુનિક માધ્યમ તરીકે ઉભરી આવશે.

આઈ.ટી.આર.એ.ના પ્રભારી નિયામક પ્રો.બી.જે. પાટગીરી કહે છે કે ફકત થોડી મિનિટના ટૂંકા સમયમાં પચિસ જેટલાં સરળ પ્રશ્નો અને વ્યકિતનું તજજ્ઞ સ્વયં સેવક દ્વારા નિરીક્ષણ કરી તેની વિગતો એપ્લિકેશનમાં દાખલ કરાશે અને તેનાથી એક ડિજિટલ સર્ટિફિકેટ પણ બનશે. આ સરળ પ્રક્રિયા બાદ મોબાઈલ એપ્લિકેશન જ સમયાંતરે વ્યકિતને તેના સર્વાંગી સ્વાસ્થ્ય માટે સૂચિત કરતું રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh