Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકોમાં ચાર મહિલા અને એક બાળા સામેલઃ તપાસ શરૂ
રાયપુર તા. ૧૬: છત્તીસગઢમાં એક ભયંકર અકસ્માતમાં ૬ કમભાગી લોકોના મૃત્યુ થયા છે અને અન્ય ૭ ઈજાગ્રસ્ત થયા છે. આ કરૂણાંતિકા પછી આક્રંદ છવાયો છે.
છત્તીસગઢના બાલોદ જિલ્લામાં ભીષણ માર્ગ દુર્ઘટના સર્જાઈ હતી. જેના કારણે ૬ લોકોના મોત નિપજ્યા હતાં, જ્યારે ૭ અન્ય ઈજાગ્રસ્ત થયા હતાં. આ દુર્ઘટના રવિવારે મોડી રાત્રે ડોંડી વિસ્તારમાં થઈ હતી.
પોલીસ અધિકારીએ કહ્યું, 'વાહનની ટ્રકથી સામ-સામે ટક્કર થઈ ગઈ. એસયુવીમાં સવાર ૧૩ લોકોમાંથી છ ના ઘટના સ્થળે મોત નિપજ્યા, જ્યારે સાત અન્ય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા છે.'
મૃતકોની ઓળખ દૂરપણ પ્રજાપતિ જેની (ઉ.વ.૩૦), સુમિત્રા બાઈ કુંભકાર (ઉ.વ. પ૦), મનિષા કુંભકાર (ઉ.વ. ૩પ), સગુન બાઈ કુંભકાર (ઉ.વ. પ૦), ઈમલા બાઈ (ઉ.વ. પપ) અને જિગ્નેશ કુંભકાર (ઉ.વ. ૭) તરીકે કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે પાંચ મહિલાઓ અને એક બાળક સહિત ઈજાગ્રસ્ત લોકોને સ્થાનિક સામુદાયિક આરોગ્ય કેન્દ્ર લઈ જવાયા, જ્યાંથી તેમને આગળની દવા-સારવાર માટે રાજનાંદગાંવ જિલ્લા હોસ્પિટલ રીફર કરી દેવાયા છે અને આગળની તપાસ ચાલુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial