Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૭૦ વર્ષથી વધુ ઉંમર સુધીની મહિલાઓએ લાભ લીધોઃ આરોગ્ય વિષયક માહિતી અપાઈ
મહિલાઓના સર્વાંગી ઉત્કર્ષ માટે સતત કાર્યરત, બારસોથી વધુ સભ્ય સંખ્યા ધરાવતી સખી કલબ ટુ દ્વારા તાજેતરમાં ફેશન શોનું રંગારંગ આયોજન કરાયું હતું. નગરની ૭૦ વર્ષની ઉમર સુધીની મહિલાઓએ ઉમંગભેર જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વર્ષ દરમિયાન મહિલાઓના આર્થિક ઉપાર્જન અને કલા પ્રતિભાના પ્રોત્સાહન અર્થે સમયાંતરે વિવિધ સ્ટોલ્સનું પણ આયોજન કરે છે. પ્રેસિડેન્ટ શ્રીમતી નિશા અસ્વાર, સેક્રેટરી મીતાબેન મોદી, ટ્રેઝરર દિશાબેન મહેતા, અનિલાબેન દવે તથા એડવાઈઝરીઓ અને બોર્ડ મેમ્બરોેના સક્ષમ નેતૃત્વમાં પિકનિક, નવરાત્રિ, વિવિધ જ્ઞાનવર્ધક સ્પર્ધાઓનું દર મહિને આયોજન થતું રહે છે. ફેશન-શોમાં ઉપસ્થિત તમામ બહેનોને સ્પોન્સર્સ જલપુરી દ્વારા પાણી૫ૂરી, વાઘ-બકરી દ્વારા ચા, તલોદ અને યુવી ફૂડ દ્વારા ફાલુદાનો આસ્વાદ કરાવાયો હતો. ડો. ગાયત્રીબેન ઠાકરે મહિલાઓને ઉપયોગી આરોગ્ય વિષયક જાણકારી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા પ્રેેસિડેન્ટ નિશાબેન અસ્વારના માર્ગદર્શનમાં આયોજક ટીમે જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial