Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભ્રષ્ટાચારના આક્ષેપોને રાતોરાત ધોઈ નાખતું
મુંબઈ તા. ૧૬: મહારાષ્ટ્રમાં મંત્રીમંડળની રચના થતા જ ઈ.ડી.ના સકંજામાં હોવા છતાં કેટલાક ધારાસભ્યો મંત્રી બની ગયા હોવાની ચર્ચા શરૂ થઈ છે.
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ થઈ ચૂક્યું છે. જેમાં મંત્રી બનેલા કેટલાક નેતાઓ તપાસ એજન્સીઓનો સામનો કરી રહ્યા છે, જો કે કોઈની પણ સામે ચાર્જશીટ દાખલ થઈ નથી. મંત્રીમંડળમાં ભાજપના ખાતામાં ૧૯, શિવસેનાની પાસે ૧૧ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસને ૯ પદ મળ્યા છે.
મીડિયામાં ચાલતી ચર્ચા મુજબ તપાસનો સામનો કરી રહેલા નેતાઓમાં પ્રતાપ સરનાઈક, હસન મુશ્રિફ, ધનંજય મુંડેનું નામ સામેલ છે. કોઈપણ નેતાના નામનો ક્લોઝર રિપોર્ટ કોર્ટ પહોંચ્યો નથી, જેનાથી સંકેત મળ્યા છે કે તેના વિરૂદ્ધ તપાસ ચાલુ છે.
ભાજપના ગિરીશ મહાજનને સીબીઆઈ એટલે કે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનથી ક્લિયરન્સ મળ્યું છે. ખાસ વાત છે કે મુંડે, મુશ્રિફ, સરનાઈક પર ઈ.ડી.એ જ્યારે મની લોન્ડરીંગના આરોપ લગાવ્યા હતાં ત્યારે તે વિપક્ષમાં હતાં અને પછી સરકારમાં સામેલ થઈ ગયા હતાં.
રિપોર્ટ અનુસાર આમના વિરૂદ્ધ કેસ ચાલુ છે અને કથિતરીતે તેનાથી જોડાયેલી કંપનીઓ અને અમુક લોકો વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ થઈ છે. નવેમ્બરમાં જાહેર થયેલા પરિણામોમાં મહાયુતિએ રાજ્યની ર૮૮ માંથી ર૩૦ બેઠકો પર જીત મેળવી હતી.
મહાવિકાસ અઘાડી સરકારની સમયે મહાજન વિરૂદ્ધ બળજબરીપૂર્વક વસૂલી અને અપહરણના આરોપ હતાં. તે સીબીઆઈ તપાસની માગ કરી રહ્યા હતાં અને બાદમાં શિંદે સરકારે મામલો સીબીઅઈને સોંપી દીધો હતો.
સીબીઆઈની તરફથી મહાજનને ક્લિયરન્સ મળી ચૂક્યું છે. સી.બી.આઈ.એ આઈપીએસ અધિકારી ભાગ્યશ્રી નવતકે અને અન્ય લોકો વિરૂદ્ધ આરોપ નોંધ્યા હતાં. મુશ્રિફ સામે પણ ઈ.ડી. મની લોન્ડરીંગના આરોપમાં દરોડાની કાર્યવાહી કરી ચૂકી છે. મુંડે પુસ ગામમાં ૧૭ એકર પ્લોટને લઈને ઈ.ડી.ની તપાસનો સામનો કરી રહી છે. આ પ્લોટ પહેલા બેલખાંડી મઠના પૂજારીને ભેટ કરવામાં આવ્યો હતો. વર્ષ ર૦૧ર માં મુંડેએ પૂજારીના ઉત્તરાધિકારીઓથી આને મેળવ્યું. સરાનાઈક વિરૂદ્ધ મની લોન્ડીરંગની બે તપાસ ચાલી રહી છે.
આ ઈ.ડી. સહિતની તપાસ એજન્સીઓની તપાસ હેઠળ હોવા છતાં કેટલાક નેતાઓ મંત્રી બની જતા ભાજપના જાદુઈ વોશીંગ મશીનના કટાક્ષો થઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial