Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાલાવડના નવાગામ પાસેથી દારૂની આઠ બોટલ ઝડપાઈઃ
જામનગર તા. ૧૬: જામનગરના વામ્બે આવાસ રોડ પર એક મકાનમાંથી અંગ્રેજી શરાબના ૪૬ ચપટા એલસીબીએ કબજે કર્યા છે. જ્યારે કાલાવડના નવાગામ પાસે દારૂની આઠ બોટલ લઈને જતો શખ્સ ઝડપાયો છે. દિગ્વિજય પ્લોટ તથા સિન્ડીકેટ સોસાયટીમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવી છે.
જામનગરના વામ્બે આવાસ રોડ પર મયુરનગરમાં એક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી એલસીબીના અરજણભાઈ, કિશોર પરમારને મળતા ગઈકાલે સાંંજે પીઆઈ વી.એમ. લગારીયાની સૂચના તથા પીએસઆઈ પી.એન. મોરી, એ.કે. પટેલના વડપણ હેઠળ એલસીબી સ્ટાફે દરોડો પાડ્યો હતો.
ત્યાં ભાડાના મકાનમાં રહેતા જયેશ સાજણભાઈ પીંગળ ઉર્ફે ભીખુ નામના શખ્સના મકાનમાં તલાશી લેવામાં આવતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબના ૪૬ ચપલા મળી આવ્યા હતા. દરોડા પહેલાં આરોપી નાસી ગયો હતો. સિટી સી ડિવિઝનમાં ગુન્હો રજીસ્ટર કરાવાયો છે. આરોપી જયેશ ઉર્ફે ભીખુની શોધ કરાઈ રહી છે.
કાલાવડ તાલુકાના નવાગામથી જામવાડી તરફના રોડ પરથી શનિવારે રાત્રે પસાર થતાં જયેશ મોહનભાઈ ધ્રાંગીયા નામના શખ્સને પેટ્રોલીંગમાં રહેલા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફે રોકાવી તલાશી લેતા આ શખ્સના કબજામાંથી ઈંગ્લીશ દારૂની આઠ બોટલ મળી આવી હતી. પોલીસે રૂ.૪ હજારની બોટલ કબજે કરી છે.
જામનગરના દિગ્જામ સર્કલ નજીક ભક્તિનગરમાં રહેતો મૂળ ઉત્તરપ્રદેશના લાલ જંગ તાલુકાના ધનારભાદ ગામનો સુમિત રામલખન સવીતા નામનો શખ્સ ગઈકાલે સાંજે દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૯માંથી પસાર થતો હતો ત્યારે તેને પોલીસે રોકી ચેક કરતા દારૂની બોટલ સાંપડી હતી.
ગુલાબનગરમાં સિન્ડીકેટ સોસાયટીમાં રહેતા મુકેશ નરશીભાઈ રાઠોડ નામના શખ્સને પોલીસે દારૂની અડધી બોટલ સાથે ઝડપી લીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial