Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટોલનાકાના કર્મચારી પાછળ છરી લઈ દોટ મુકાઈઃ
જામનગર તા. ૧૬: જોડિયાના તારાણા પાસે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ઉભા કરવામાં આવેલા ટોલનાકા પર શનિવારે સવારે સ્કોર્પિયો તથા સ્વીફ્ટમાં આવી ચડેલા આઠથી દસ શખ્સના ટોળાએ ટોલ કર્મચારી પાછળ છરી લઈને દોટ મૂક્યા પછી ધોકાથી ટોલનાકા પર ભાંગતોડ કરી નાખી હતી. ટોલનાકા કર્મચારીએ રૂ.૬૦ હજારનું નુકસાન કરવા અંગે ટોળા સામે ફરિયાદ નોંધાવી છે.
જોડિયા તાલુકાના તારાણા ગામ પાસે બનાવવામાં આવેલા ટોલનાકા પર શનિવારે સવારે બઘડાટી બોલી ગઈ હતી. ત્યાં થી સાડા ત્રણેક વાગ્યે પસાર થયેલી કાળા રંગની એક સ્કોર્પિયો અને સફેદ રંગની સ્વીફ્ટ મોટરમાં આઠથી દસ શખ્સ ઉતરી પડ્યા હતા.
આ શખ્સોએ ટોલ પ્લાઝા પર આવી ત્રણ શખ્સે છરી હાથમાં રાખી ટોલનાકા પર હાજર તેના કર્મચારી જીગર દિલીપજી ઠાકોરની પાછળ દોટ મૂકી હતી. મૂળ પાટણ જિલ્લાના વતની અને હાલમાં ટોલ પ્લાઝામાં રહેતો જીગર નાસી છૂટ્યો હતો. ત્યારે જ ધોકા તથા પાઈપ સાથે ધસી આવેલા શખ્સોએ ટોલનાકા પર રાખવામાં આવેલી ખુરશીઓનો ભૂક્કો બોલાવી દીધો હતો.
આ ટોળાએ ટોલ બુથના કાચ તોડી નાખી ટ્રાફિક લાઈટો પણ ભાંગી નાખી હતી. આ ટોળાએ રૂ.૬૦ હજારનું નુકસાન કરતા ટોલનાકા કર્મચારીએ જોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએનએસની કલમો ઉપરાંત જાહેર મિલકતને નુકસાન કરવા અંગે આઠથી દસ વ્યક્તિના ટોળા સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial