Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં લઘુતમ તાપમાન ૧ર.૬ ડીગ્રીઃ ઠંડી વધી

૧.૪ ડીગ્રીના ઘટાડા સાથે

જામનગર તા. ૧૬: જામનગરમાં આજે સવારે પૂા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧.૪ ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૧ર.૬ ડીગ્રી નોંધાયું હતું. જેના પગલે ઠંડીમાં વધારો થયો હતો.

જમ્મુ-કાશ્મ્ીર, ઉત્તરાખંડ તથા હિમાચલ પ્રદેશમાં થઈ રહેલ હિમવર્ષાની અસર હરિયાણા, પંજાબ સહિત ગુજરાતમાં પણ પડી રહી છે. રાજ્યના નલિયા, દાહોદ તથા ડીસામાં તાપમાન ૯ ડીગ્રીથી ઓછું રહેતા લોકો ઠંડીથી ધ્રુજી ઊઠ્યા હતાં.

જામનગરમાં સોમવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧.૪ ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૧ર.૬ ડીગ્રી અને ૧ ડીગ્રી ઘટીને મહત્તમ તાપમાન રપ.૮ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે ઠંડીમાં વધારો થયો છે. સાંજથી લઈને વહેલી સવાર સુધી તીવ્ર ઠંડી અનુભવાઈ હતી. કડકડતી ઠંડીથી નગરજનો ધ્રુજી ઊઠ્યા હતાં. ઠંડી સામે રક્ષણ મળે તે માટે જનતાએ ગરમ કપડા તથા કાવા સહિતના ગરમ પીણાનો સહારો લીધો હતો.

નગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ પ૧ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh