Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં ભૂગર્ભ જળમાં રપ ટકા ફ્લોરાઈડ

નિરંકુશ રીતે બોરવેલ બનાવવાનું પરિણામઃ

 અમદાવાદ તા. ૧૬: ગુજરાતમાં ભૂગર્ભજળ હવે પીવાલાયક રહ્યું નથી, અને ફ્લોરાઈડનું પ્રમાણ રપ ટકા વધતા ગંભીર બીમારીના દર્દી વધ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ગુજરાતમાં આડેધડ થતા બોરવેલ પર કોઈ નિયંત્રણ રહ્યું નથી, પરિણામે બેફામ રીતે ભૂગર્ભજળ ઉલેચાઈ રહ્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લાઓમાં ભૂગર્ભજળનો ધૂમ વપરાશ થઈ રહ્યો છે. તેમછતાંય કોઈ જોનાર નથી. ભૂગર્ભજળ પાછળ સરકાર કરોડોનું આંધણ કરી રહી છે, છતાંય પાણીના તળ ઊંચા આવી શક્યા નથી. બીજી તરફ તળિયા ઊંડે જઈ રહ્યા છે જેથી ભૂગર્ભજળ હવે પીવાલાયક પણ રહ્યુુુુુુુુુુુુુુુુુુ નથી.

કેન્દ્રિય જળશક્તિ વિભાગે એ વાતનો ખુલાસો કર્યો છે કે, ગુજરાતમાં રપ જિલ્લાઓમાં ભૂગર્ભજળમાં ફ્લોરાઈડની માત્રા વધી છે. જે માનવ સ્વાસ્થ્ય માટે જોખમી છે. ગુજરાતમાં ભૂગર્ભજળનો ધૂમ વપરાશ થઈ રહ્યો છે. પરિણામે ઉત્તર ગુજરાતમાં તો ૧૦૦ ફૂટ પછી પણ પાણી નથી. આ સ્થિતિ સર્જાઈ છે ત્યારે નિષ્ણાતોનું કહેવું છે કે, જો હજુ પણ ભૂગર્ભજળના વપરાશ પર નિયંત્રણ નહીં લાદવામાં આવે તો જમીનમાંથી ભૂગર્ભજળ ખૂટી જશે તે દિવસો દૂર નથી.

રાજ્યસભામાં પૂછાયેલા એક સવાલના જવાબમાં મિનિસ્ટ્રી ઓફ જળશક્તિએ રિપોર્ટ રજૂ કર્યો કે, ગુજરાતમાં સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડે ભૂગર્ભજળની ચકાસણી કરવા માટે જુદા જુદા વિસ્તારોમાં કુલ ને ૬૩ર પાણીના સેમ્પલ લીધા હતાં. જે પૈકી ૮૮ સેમ્પલમાં ફ્લોરાઈડની માત્રા હોવાનું માલુમ પડ્યું હતું.

ગુજરાતમાં કુલ રપ જિલ્લાઓ એવા જ્યાં ભર્ગર્ભજળમાં ફ્લોરાઈડની માત્રા ૧.પ એમજીથી વધુ છે. અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મહેસાણા, મોરબી, નર્મદા, પોરબંદર, પાટણ પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને વડોદરાના વિસ્તારમાં ફ્લોરાઈડની યાત્રા વધુ પ્રમાણમાં જોવા મળી છે. ફ્લોરાઈડની મર્યાદા સ્વીકાર્ય કરતા વધુ હોવાનું માલુમ પડ્યું છે જે માનવ સ્વાસ્થ્ય માટે જોખમી પૂરવાર થઈ શકે છે. ફ્લોરાઈડયુક્ત પાણીને પીવામાં આવે તો વ્યક્તિ વિવિધ રોગોનો શિકાર બની શકે છે.

ફ્લોરાઈડના લીધે સાંધા-હાડકા, દાંત, ચામડી, પેટના રોગીઓ વધ્યા

ફ્લોરાઈડ યુક્ત ભૂગર્ભજળનો વપરાશ કરવાથી ગ્રામ્ય વિસ્તારોમાં સાંધાનો દુઃખાવો, હાડકા નબળા પડી જવા, દાંચ સડી જવા, ચામડી,પેટના રોગ થવા, પાચનશક્તિ નબળી પડવી, વાળ ખરવા જેવા રોગ વધ્યા છે. આ ઉપરાંત સગર્ભા મહિલા માટે તો આ પ્રદૂષિત ભૂગર્ભજળ નુક્સાનકારક સાબિત થઈ શકે છે. આમ ગુજરાતમાં ભૂગર્ભજળની ગુણવત્તા નબળી પડી છે. ત્યારે નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે, જો આ જ સ્થિતિ રહી તો રાજ્યમાં ભૂગર્ભજળ ખૂટી પડશે અને પાણીની સમસ્યા ઊભી રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh