Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગત સપ્તાહમાં કરી સતત તપાસણી
જામનગર તા. ૧૬: જામનગર મહાનગર પાલિકાની ફુડશાખાની ટીમ દ્વારા ગત સપ્તાહ દરમ્યાન ૧૬૪ જેટલા શાકભાજી- ફ્રુટના નમુના લેવાય હતા અને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલાયા હતાં.
દિલ્હીનાં નેશનલ એન્યુઅલ સર્વેલન્સ પ્લાન અંતર્ગત સમગ્ર રાજયમાં ફ્રેસ ફ્રુટ અને વેજીટેબલ ખાદ્યચીજોનું સ્પેશીયલ સર્વેલન્સ ડ્રઈાવ અંગે ગુજરાત ખાદ્ય ખોરાક અને ઔષદ નિયમન તંત્રના કમિશનર ફુડ સેફટી- ગાંધીનગરમાં આદેશ અનુસાર જામનગર મહાનગર પાલિકાની ફુડ શાખાના અધિકારીઓ દ્વારા ગત સપ્તાહ દરમ્યાન હાપા માર્કેટ યાર્ડમાંથી ૧૩૮ અને સુભાષ માર્કેટ- સટ્ટા બજારમાંથી ડ્રાયફુટના ૨૬ નમુના લેવામાં આવ્યા હતાં. અને તેના પૃથ્થકરણ માટે દેવી મેટલ અને પ્રેષ્ટીસાઈડ રેસીડયુની તપાસ માટે અમદાવાદની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં.
આ ઉપરાંત શહેરની હોટલ, રેસ્ટોરન્ટ, ફરસાણ, ફાસ્ટફુડનાં વિક્રેતાઓને ત્યાં પણ તપાસણી કરવામાં આવી હતી અને તેમને જરૂરી સુચના આપવામાં આવી હતી.
હોટલ અનાયાલીકમ, હોટલ વિશાલ ઈન્ટરનેશન અને પાપા લુઈઝ પીઝામાં ખાદ્ય સામગ્રી કયાં તેલમાંથી બનાવાઈ રહી છે તેનું બોર્ડ લગાવવા પણ સુચનાં આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial