Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માર્ચ ર૦ર૬ સુધીમાં દેશને નક્સલવાદ મુક્ત કરવાની નેમ
નવી દિલ્હી તા. ૧૬: કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું છે કે, જો અક્સલીઓ હથિયારો છોડી શરણાગતિ નહીં સ્વીકારે તો તેઓનો ખાત્મો કરીને વર્ષ ર૦ર૬ સુધીમાં દેશને નક્સલાવાદ મુક્ત કરાશે.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે નક્સલીઓને આકરો સંદેશો આપતા કહ્યું હતું કે સરેન્ડર કરી હથિયારો છોડો નહીં તો આકરા પરિણામો માટે તૈયાર રહો. છત્તીસગઢના જગદલપુરમાં બસ્તર ઓલિમ્પિક્સના કાર્યક્રમમાં પોતાના ભાષણમાં અમિત શાહે કહ્યું હતું કે હું નક્સલીઓને વિનંતી કરૂ છું કે તેઓ હથિયારો છોડે, અગાળ અવે અને સરન્ડર કરે, નહીં તો સુરક્ષા દળો તેમને કચડી નાખશે.
નક્સલ પ્રભાવિત બસ્તરના હેડક્વાર્ટરમાં ગૃહમંત્રીએ આ સાથે જ દાવો કર્યો હતો કે વર્ષ માર્ચ ર૦ર૬ સુધીમાં દેશને નક્સલવાદથી મુક્ત કરી દઈશું. નક્સલવાદથી દેશને મુક્ત કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ માટે છત્તીસગઢ પોલીસ કટિબદ્ધ છે. વિસ્થાપન માટેની છત્તીસગઢ સરકારની નીતિ સૌથી શ્રેષ્ઠ છે. જો નક્સલીઓ હથિયાર છોડીને સરેન્ડર કરશે તો તેમને મુખ્ય પ્રવાહમાં આવીને દેશના વિકાસમાં ભાગીદાર થવાની તક અપાશે, જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે નક્સલવાદ સામેની કાર્યવાહી બહું જ નબળી પડી ગઈ હતી, જો કે બાદમાં ભાજપની સરકારે સત્તા સંભાળ્યા પછી કાર્યવાહીએ ગતી પકડી છે. છેલ્લા એક વર્ષમાં ર૮૭ નક્સલીઓને ઠાર કરાયા, જ્યારે ૯૯ર નક્સલીઓની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ ૮૩૬ નક્સલીઓને સરેન્ડર કર્યું છે.
અમિત શાહે કહ્યું હતું કે, જો બસ્તર નક્સલવાદથી મુક્ત થઈ જશે તો અહીંયા કાશ્મીર કરતા પણ વધુ પર્યટકો આવશે કેમ કે બસ્તર કુદરતી રીતે જ સુંદર છે. હાલમાં લોકો ચર્ચાકરી રહ્યા છે કે બસ્તર બદલાઈ રહ્યું છે, પરંતુ હું લોકોને ખાતરી આપવા માગું છું કે જ્યારે માર્ચ ર૦ર૬ માં હુ બસ્તર આવીશ ત્યારે આ વિસ્તાર બદલાઈ ચૂક્યો હશે. જે દિવસે છત્તીસગઢ નક્સલવાદથી મુક્ત શથે ત્યારે સંપૂર્ણ દેશ આ દૂષણથી મુક્ત થશે.
અમિત શાહે રાયપુરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પ્રોસિડેન્ટ પોલીસ કલર એવોર્ડ સમારોહને પણ સંબોધ્યું હતું, જે દરમિયાન તેમણે છત્તીસગઢ પોલીસના વખાણ કર્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial