Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ.૭૦ હજાર વળતર પેટે ચૂકવવા હુકમઃ
જામનગર તા. ૧૬: જામનગરના એક આસામી સામે ચેક પરતની કરાયેલી ફરિયાદમાં સમાધાન થયા પછી બીજો ચેક અપાયો હતો. તે ચેક પણ પરત ફરતા કોર્ટમાં ધા નાખવામાં આવી હતી. કોર્ટે આરોપીને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબ વળતર ચૂકવવા હુકમ કર્યાે છે.
જામનગરના ઈન્દ્રપ્રસ્થમાં અમિત સેલ્સ એન્ડ સર્વિસ નામની પેઢી ચલાવતા અમિત નવીનચંદ્ર ભટ્ટી પાસેથી ચારણ ફળીમાં રહેતા પરમાર મનોજ ભગવાનજીએ રૂ.ર લાખ હાથ ઉછીના લઈ તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો.
તે ચેક બેંકમાંથી પરત ફરતા વર્ષ ૨૦૨૨માં કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. તેના સમાધાનમાં મનોજે ત્રણ ચેક આપ્યા હતા. તેમાંથી રૂ.૭૦ હજારનો ચેક બેંકમાં રજૂ કરાતા સ્ટોપ પેમેન્ટના શેરા સાથે તે ચેક પરત આવ્યો હતો. તેથી મનોજ પરમાર સામે કોર્ટમાં ફરીથી ચેક પરતની ફરિયાદ કરવામાં આવી હતી. તે ફરિયાદ ચાલી જતાં અદાલતે આરોપી મનોજ ભગવાનજીભાઈને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદ તથા રૂ.૭૦ હજાર વળતર પેટે ચૂકવી આપવા હુકમ કર્યાે છે. વળતર ન ચૂકવાઈ તો વધુ છ મહિનાની સજા ફટકારાઈ છે. ફરિયાદી તરફથી વકીલ બિમલ ચોટાઈ, સુમિત આર. સોલંકી, નીલ જે. ચોટાઈ, મોનીલ એન. ગુઢકા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial