Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓટો મોબાઈલની ડિલરશીપની પેઢી બંધ કરાઈ હતીઃ
જામનગર તા. ૧૬: જામનગરમાં અગાઉ ઓટો મોબાઈલની ડિલરશીપ ધરાવતી એક પેઢી બંધ કરી દેવામાં આવ્યા પછી ૧૫ વર્ષ પહેલાંના મૂલ્યવર્ધિત વેરાની બાકી રકમ અંગે જીએસટી વિભાગે તે પેઢીના ભાગીદારો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ભાગીદારો પૈકી બે મહિલા સહિત ત્રણે આગોતરા જામીન મેળવવા કરેલી અરજી અદાલતે મંજૂર રાખી છે.
જામનગરમાં વર્ષાે પહેલાં કાર્યરત યમુના મોટર્સ પ્રા.લિ. નામની પેઢી તેમાં નુકસાન થતાં બંધ કરી દેવામાં આવી હતી. ઓટો મોબાઈલની ડિલરશીપ ધરાવતી આ પેઢીએ વર્ષ ૨૦૦૮-૦૯ના મૂલ્યવર્ધિત વેરાની રકમ ભરવાની બાકી હતી. તે રકમ વ્યાજ સાથે હાલમાં રૂ.૧,૦૬,૪૦,૭૫૧ થવા પામી છે.
તે રકમ ન ભરાતા જીએસટી વિભાગે તે પેઢીના ભાગીદાર પ્રાણજીવન પરમાણંદ ગોકાણી, સવિતાબેન ગોકાણી, તેજલબેન, રાહુલ ગોકાણી, પ્રિયાંશુ, સંજય ગોકાણી તથા યોગેશ વિઠ્ઠલાણી, પુષ્પાબેન વિઠ્ઠલાણી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
તે દરમિયાન આ પેઢીના ભાગીદાર સવિતાબેન, તેજલબેન, પ્રિયાંશુ ગોકાણીએ આગોતરા જામીન મેળવવા અદાલતમાં અરજી કરી હતી. જેમાં તેઓ તરફથી રોકાયેલા વકીલે દલીલ કરી હતી કે, ૧૫ વર્ષ પછી આ ફરિયાદ કરવામાં આવી છે, વેરો બાકી હોય તો તે વિભાગ દ્વારા હજુ સુધી કેમ કોઈ કામગીરી કરાઈ નથી?
અદાલતે તે દલીલો ગ્રાહ્ય રાખી બંને મહિલા સહિત ત્રણ આસામીને આગોતરા જામીન આપવાનો હુકમ કર્યાે છે. અરજદારો તરફથી ભોજાણી એસો.ના વકીલ પિયુષ ભોજાણી, ભાવિન ભોજાણી, કિશોર ભટ્ટ, ભાવિન રાજદેવ, અર્શ કાસમાણી, સચિન જોષી, અલ્કા નથવાણી રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial