Advertisement
Author: નોબત સમાચાર

જામનગર-વિરમગામ રેલવે સેક્શનનું સેફ્ટી નિરીક્ષણઃ વિવિધ પાસાની સમીક્ષા

પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર  તા. ૩૦: પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રામાશ્રય પાંડેએ વિરમગામ-જામનગર અને જામનગર-વિરમગામ રેલવે સેક્શનનું વિન્ડો ટ્રેલિંગ સેફ્ટી નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે રાજકોટ રેલવે સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં ઉપલબ્ધ મુસાફરોની સુવિધાઓ, સ્વચ્છતા, સેફ્ટી તેમજ ઓપરેશનલ વ્યવસ્થાઓની વ્યાપક સમીક્ષા કરી હતી.

વિન્ડો ટ્રેલિંગ સેફ્ટી નિરીક્ષણ દરમિયાન, મહાપ્રબંધકે વિરમગામ-જામનગર અને જામનગર-વિરમગામ રેલવે સેક્શનમાં રેલવે ટ્રેકની સ્થિતિ, ઓપરેશનલ કાર્યક્ષમતા અને વિવિધ સેફ્ટી માપદંડોનું વિગતવાર મૂલ્યાંકન કર્યું હતું. તેમણે રેલ સંચાલનની સેફ્ટી અને ગુણવત્તા સંબંધિત વિવિધ પાસાઓની સમીક્ષા કરી હતી.

નોંધનીય છે કે, સુરક્ષિત, વિશ્વસનીય અને અવિરત રેલ સંચાલન સુનિશ્ચિત કરવામાં નિયમિત સેફ્ટી નિરીક્ષણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આવા નિરીક્ષણો દ્વારા રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તા જાળવી રાખવાની સાથે મુસાફરોની સેફ્ટી પ્રત્યે પશ્ચિમ રેલવેની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બને છે.

રાજકોટ રેલવે સ્ટેશનના નિરીક્ષણ દરમિયાન મહાપ્રબંધકે પ્લેટફોર્મ, પ્રતીક્ષા ખંડ (વેઇટિંગ રૂમ), હેરિટેજ રૂમ, વિવિધ સ્ટોલ, 'વન સ્ટેશન વન પ્રોડક્ટ' સ્ટોલ, સ્ટેશન સર્ક્યુલેટિંગ એરિયા, સ્ટેશનનો આગળનો ભાગ (ફેસાડ), લોબી અને આરપીએફ કચેરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સ્ટેશન પરિસરની સ્વચ્છતા, મુસાફરોની સુવિધાઓની ઉપલબ્ધતા, સેફ્ટી વ્યવસ્થા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી અને ઓપરેશનલ વ્યવસ્થાઓની પણ સમીક્ષા કરી હતી.

નિરીક્ષણ દરમિયાન, તેમણે સુવિધાઓની ગુણવત્તા, જાળવણી અને સેવાના ધોરણોનું મૂલ્યાંકન કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા.

મહાપ્રબંધકે રેલવે કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની પ્રશંસા કરી હતી અને સેફ્ટી, કાર્યક્ષમતા તેમજ મુસાફર-કેન્દ્રી સેવાઓના ઉચ્ચ ધોરણો જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો.

આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર  ગિરિરાજ કુમાર મીના, સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીના, સિનિયર ડિવિઝનલ એન્જિનિયર (કો-ઓર્ડિનેશન) નરેન્દ્રસિંહ સહિત ડિવિઝનના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh