Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસતંત્રના ૩૦ જમાદારને મળ્યું એએસઆઈનું પ્રમોશન

હાલમાં જે તે પોલીસ સ્ટેશનમાં જ રાખવામાં આવ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા પોલીસમથકોમાં ફરજ બજાવતા આર્મ્ડ પોલીસ હેડ કોન્સ્ટેબલમાંથી ૩૦ને ગઈકાલે પ્રમોશન આપતો હુકમ કરવામાં આવ્યો છે. તે તમામને હાલમાં જે તે પોલીસ મથકમાં જ બઢતી મળી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસતંત્રમાં ફરજ બજાવતા કુલમાંથી ૩૦ હે.કો.ને એએસઆઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યા છે. રીવર્ટ કરવાની શરતે હથિયારધારી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા આ જમાદારોને એએસઆઈનંુ પ્રમોશન પ્રાપ્ત થયું છે.

દેવભૂમિ દ્વારકા એસઓજીના પી.ડી. વાઘેલા, કે.બી. જાડેજા ઉપરાંત ઓખા મરીનના પી.એસ. વરૂ, ટ્રાફિક શાખાના એસ.પી. જાડેજા, વી.કે. જાડેજા, આર.એન. સીધપરાને પ્રમોશન આપવા ઉપરાંત દ્વારકાના પોલીસ મથકમાં ફરજ બજાવતા એચ.ડી. ઝાલા, ડી.આર. ઝાલા, કે.એમ. મોઢવાડીયાને પણ પ્રમોશન મળ્યું છે. ભાણવડના એચ.બી. વસરા, કે.સી. જાડેજા, એમ.એસ. જાડેજાને પ્રમોશન મળવા પામ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh