Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેયર, ધારાસભ્ય, ડે. મેયર, મહાનુભાવો, એનસીસી ઓફિસરો જોડાયા
જામનગર તા. ૩૦: જામનગર મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મેયર, ધારાસભ્ય, ડે. મેયર, એનસીસીના ઓફિસરો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
યોગને વૈશ્વિક સ્વીકૃતિ અપાવનાર.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા ને અનુસરીને જામનગર મહાનગરપાલિકા દ્વારા આતંરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૬ની ઉજવણી અંતર્ગત લખોટા તળાવ ગેઇટ નં.૧ પાસે મેયર મોનિકાબેન વ્યાસની ઉપસ્થિતિમાં યોગ કરવામાં આવ્યા હતા
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપ જામનગર મહાનગરપાલિકા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા યોગ વિષે તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જીવંત પ્રસારણના માધ્યમથી ઉદ્બોધન કરવામાં આવ્યું અને ત્યારબાદ યોગ કરી રાષ્ટ્રગાન પછી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
રાજ્યકક્ષાએથી યોજાયેલ જીવંત પ્રસારણના માધ્યમથી આ કાર્યક્રમમાં સહભાગી થઈ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી ડે.મેયર રાકેશભાઈ ડેર, સ્ટે.કમિટી ચેરમેન ધીરેનકુમાર મોનાણી કમિશનર દીપેશ કડીયા ,બ્રિગેડીયર શશી પી.-કમાન્ડર એનસીસી, લે. કર્નલ-શોભા બી.નાયર- કમાડીંગ ઓફિસર ૨૭ બટાલીયન એનસીસી,લે.કર્નલ સચિન કોશલ-એડમીરલ ઓફિસર ૨૭ બટાલીયન એનસીસી શાસકપક્ષ નેતા અમરભાઈ મોદી,દંડક પ્રવિણાબેન રૂપડીયા, કોર્પોરેટરો દર્શનભાઈ શેઠ, સંજયભાઈ દાઉદીયા, ધવલભાઈ નાખવા, અમરભાઈ કનખરા, પાર્થભાઈ કોટડીયા,ધનજીભાઈ કછટીયા,રાજેશભાઈ યાદવ,શર્મીલાબેન નંદા,જ્યોત્સનાબેન પાંભર, હેતલબેન નકુમ, રમીલાબેન કણઝારીયા, સંગીતાબેન ગુઢકા,ખ્યાતિબેન મુંગરા, ડે.કમિશનર ડી.એ.ઝાલા, આસી કમિશનર અને સિટી એન્જીનિયર ભાવેશભાઈ જાની, આસી.કમિશનર એમ.બી. વરણવા, આસી. કમિશનર (ટેક્સ) જીગ્નેશભાઈ નિર્મલ, કાર્યપાલક ઈજનેર નીતિનભાઈ દિક્ષિત, નરેશભાઈ પટેલ હિતેષભાઈ પાઠક તેમજ અધિકારી ઓ/કર્મચારીઓ, વિજયસિંહ વાળા-કમાન્ડીંગ ઓફિસર હોમગાર્ડ, હિતેશ જેઠવા-કમાન્ડીંગ ઓફિસર હોમગાર્ડ, એનસીસી યુનિટ, શહેર હોમગાર્ડઝ, કેડમસ સ્કૂલ, રતનબાઈ સ્કુલ, કુમાર મંદિર શાળા કાલિન્દી શાળા, આર્યસમાજ સ્કૂલ, ન.પ્રા.શિ.સમિતિ હસ્તકની શાળાઓ, નેશનલ હાઈસ્કૂલ, વી.એમ. મેહતા કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો વિવિધ સંસ્થાઓ તથા બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહેલ શહેરીજનોને ગુજરાત રાજય યોગબોર્ડના જામનગર જિલ્લા કો-ઓર્ડીનેટર હર્ષિતાબેન મહેતા તથા તેમની ટીમ દ્વારા યોગ કરાવવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ કમિશનર દીપેશ કેડીયાની સૂચનાથી ડે.કમિશનર ડી.એ. ઝાલા તથા સિટી ઈજનેર બી.એન.જાનીના માર્ગદર્શન હેઠળ જેએમસીના અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial