Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘોડીપાસાથી જુગાર રમતા બે સામે ગુન્હોઃ
જામનગર તા. ૩૦: જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં ગઈકાલે સાંજે જાહેરમાં ઘોડીપાસાથી જુગાર રમતો એક શખ્સ પકડાયો છે અને એક નાસી ગયો છે. તે ઉપરાંત લાલપુર, કાલાવડ અને જામજોધપુરમાંથી ત્રણ વર્લીબાજની અટકાયત કરાઈ છે.
જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં આવેલા મોટાપીરના ચોકમાં ગઈકાલે સાંજે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી સિટી એ ડિવિઝનના સર્વેલન્સના સ્ટાફે દરોડો પાડતા ત્યાંથી હફીઝ મામદ મેતર નામનો શખ્સ ઘોડીપાસા વડે જુગાર રમતો મળી આવ્યો હતો. જ્યારે પોલીસને જોઈને શબ્બીર મજીદ બાજરીયા નામનો શખ્સ નાસી ગયો હતો. પોલીસે બંને સામે જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
કાલાવડ શહેરમાં ચમન ટેકરી પાસે ગઈકાલે સાંજે જાહેરમાં વર્લીના આંકડા લખતા ફૈઝલ ફારૂક ખેડાણા નામના શખ્સને પકડી લઈ પોલીસે રોકડ, બોલપેન, આંકડા લખેલી ચિઠ્ઠી કબજે કરી છે. લાલપુર શહેરમાં શિવાજીના પૂતળા પાસેથી ચેતન પ્રવીણભાઈ ઢાકેચા નામનો શખ્સ વર્લીનું બેટીંગ લેતો મળી આવ્યો છે.
જામજોધપુર શહેરમાં ગાય સર્કલ પાસેથી ભાવેશગીરી પ્રતાપગીરી ગોસ્વામી નામનો શખ્સ વર્લીના આંકડા લખતો મળી આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial