Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વોલ્ટેજ વધ-ઘટના કારણે થઈ રહી છે નુકસાનીઃ
વાડીનાર તા. ૩૦: વાડીનારમાં આજે સવારથી સઘન વીજ ચેકીંગ શરૂ કરાયું છે ત્યારે વીજળીના ઋષણા તેમજ ડીમ-ફૂલ થતાં વોલ્ટેજ વચ્ચે નાગરિકોને સહન કરવી પડતી ઉપકરણોની નુકસાની વખતે આ ટૂકડીઓ ક્યા હોય છે? તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો છે.
ખંભાળિયા તથા આજુબાજુના ગામડાઓમાં આજ સવારથી વીજ ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ઝાખર પાટીયા નજીકના વાડીનારમાં પણ વીજ ચેકીંગ કરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત વીજ ચેકીંગ વખતે વાડીનારમાં વસવાટ કરતા લોકોમાં ચર્ચા જાગી છે. અવારનવાર વીજ ચેકીંગના નામે ધસી આવતી વીજ ટૂકડીઓ વીજળીના ડીમ-ફૂલ થવાના કારણે વીજ ઉપકરણોમાં થતી નુકસાની વખતે ક્યા હોય છે? તેમ ચર્ચાઈ રહ્યું છે. તે ઉપરાંત વીજ પુરવઠામાં પણ થતાં ધાંધીયા વખતે ટૂકડીઓ જોવા મળતી નથી તેમ ચર્ચાઈ રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial