Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નબળી ગુણવત્તાનો વિકાસનો માચડો ધ્વસ્ત!
સુરત તા. ૩૦: સુરતમાં પહેલા જ વરસાદે પાલિકાના વિકાસના દાવાઓની પોલ ખોલી છે. મોટા વરાછામાં ૪૦૦ મીટર લાંબો રસ્તો ધસી પડ્યો, જ્યાં કાર સમાઈ જાય તેવા ૪-પ ભૂવા પડ્યા. ડ્રેનેજ કામગીરી પછી બનેલો રોડ બેસી જતાં નબળી ગુણવત્તા સામે પ્રશ્નાર્થ સર્જાયો. સદ્નસીબે કોઈ જાનહાનિ નથી. પાલિકાએ રસ્તો બંધ કરી સમારકામ શરૂ કર્યું છે, પરંતુ સુરતીઓ જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
સુરત મહાનગરપાલિકા દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે સ્વચ્છ અને સ્માર્ટ સિટી અને મજબૂત રસ્તાઓ બનાવવાના મોટા-મોટા દાવા કરે છે, પરંતુ ચાલુ સીઝનના પહેલા જ વરસાદે પાલિકાના આ વિકાસના દાવાઓની હકીકત ખુલ્લી પાડી દીધી છે. આ કારણે લોકોમાં ભારે ગભરાટ અને ભયનો માહોલ ફેલાયો છે. સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાતિ થઈ નથી. આ ઘટનાએ પાલિકાના રોડ વિભાગની કામગીરી, કોન્ટ્રાક્ટરની ગુણવત્તા અને સુપરવિઝન કરી રહેલા અધિકારીઓની બેદરકારી સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે. આ જ માર્ગ પર થોડા સમય પહેલા ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી હતી. ડ્રેનેજનું કામ પૂરૃં કરાયા પછી તેના પર ફરીથી નવો રોડ બનાવવામાં આવ્યો હતો. તેમ છતાં પહેલા જ વરસાદમાં આખો રસ્તો બેસી જતા કામની નબળી ગુણવત્તા જગજાહેર થઈ ગઈ છે. આ મામલો દબાવી દેવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તો બીજી તરફ કોન્ટ્રાક્ટરને જવાબદાર ઠેરવી તેને બ્લેકલિસ્ટ કરવાની માંગણી ઊઠી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial