Advertisement
Author: નોબત સમાચાર

વીજ અધિકારીઓએ પકડી પાડી ૩૬ લાખ ૫૦ હજારની વીજચોરીઃ વીજચોરોમાં ફફડાટ

ખંભાળિયા પંથકમાં શરૂ કરાયું વીજ ચેકીંગઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૩૦: ખંભાળિયા શહેર તથા ગ્રામ્ય પંથકોમાં આજે વીજ કંપનીના સ્ટાફ દ્વારા આકસ્મિક ચેકીંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ૪૩ વીજજોડાણમાંથી રૂ।.૩૬ લાખ ૫૦ હજારની વીજચોરી ઝડપાઈ જવા પામી છે.

ખંભાળિયા શહેર તથા આજુબાજુમાં આવેલા ગ્રામ્ય પંથકોમાં ખંભાળિયા સ્થિત પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની કચેરીના સ્ટાફે કાર્યપાલક ઈજનેર કેશુર કરમુરના વડપણ હેઠળ વીજ ચેકીંગ શરૂ કર્યું છે.

આજે સવારથી જામનગરની પીજીવીસીએલ કચેરીના સુપ્રિ. હસિત વ્યાસના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી ચેકીંગ કાર્યવાહીમાં ડે. ઈજનેર રોનક પટેલ, સંદીપ નકુમ અને અન્ય વીજ કર્મચારીઓ જોડાયા હતા. ૪૩ વીજજોડાણોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી રૂ।.૩૬ લાખ પ૦ હજારની વીજચોરી ઝડપાઈ જતા તેના ધારકોને દંડ ફટકારવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh