Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રિ-મોન્સુનની કામગીરી પછી બકરૂ કાઢતા ઉઉંટડુ પેઠું !
જામનગર મહાનગરપાલીકા દ્વારા પ્રિ-મોન્સુન કામગિરીના ભાગરૂપે શહેરમાં આવેલી જર્જરીત ઈમારતોને રીપેરીંગ કરવા અથવા તો તોડી પાડવા માટે નોટીસ આપવામાં આવી હતી. ત્યાર પછી ચેકીંગ દરમ્યાન જે નોટીસની અમલવારી ના કરવામાં આવી હોય ત્યાં જામ્યુકોની એસ્ટેટ શાખાના દ્વારા પાડતોડની કામગીરી કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલાં આવી જ એક ઈમારત ત્રણ દરવાજા પાસે ગ્રેઈન માર્કેમાં આવેલી જુની ઈન્કમ ટેક્સ ઓફિસ ને હિટાચી જેવા મશીન થી તોડવાની ફરજ પડી હતી. કેમ કે આ ઈમારતને જર્જરીત ગણવામાં આવી હતી. લોકોની સુરક્ષા માટે મહાનગપાલિકાના પદાધિકારીઓ દ્વારા રવિવારના દિવસે આ ઈમારતને તોડી પાડવામાં આવી હતી. પાડતોડ કર્યાના આશરે ૧પ દિવસ વિતી ગયા છે તેમ છતાં પણ આ ઈમારતના મલબાને ત્યાંથી હટાવવાની કામગીરી કરવામાં આવી નથી. તોડી પાડેલી આ જુની ઈન્કમ ટેક્સ ઈમારતમાં કિંમતી લોખંડ પણ ત્યાં જ પડયું છે તો ચોરાઈ જવાની પણ શક્યતાઓ છે. ત્યાં બાજુમાં જ મહાનગરપાલીકાની વોર્ડ ઓફિસ પણ આવેલી હોય અને ત્યાંથી નિકળવામાં પણ લોકોને ભારે હાલાકી થઈ રહી હોય તો આ મલબાને તાત્કાલીક હાટવવાની કામગીરી કરવામાં આવે તેવી પણ લોકોમાં ચર્ચા થઈ રહી છે. આ ઈમારતને તોડી પડાયા પછી મલબાને ઉપાડવાની જવાબદારી કોની આવે તેવો પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial