Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હર હર મહાદેવના ગુંજયા નાદ...ભક્તિમય ઉત્સાહ
જામનગર તા. ૩૦: હિન્દુઓના પવિત્ર ધર્મસ્થાન એવા બાબા બરફાનીની અમરનાથ યાત્રાનો ત્રીજી જુલાઈથી પ્રારંભ થઈ રહ્યો છે. જામનગરથી આજે સવારે પ્રથમ જથ્થો ટ્રેન મારફત રવાના થયો હતો. પ્રતિ વર્ષ દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ આ કઠીન મનાતી અમરનાથ યાત્રાએ જતા હોય છે. અને ગુફામાં પવિત્ર શિવલીંગના દર્શન કરી ધન્યતા અનુભવશે.
આજે સવારે જામનગરથી કેટલાક શિવ ભક્તો હર હર મહાદેવના નાદ સાથે અમરનાથ યાત્રાએ જવા ટ્રેન મારફત રવાના થયા હતા જેઓ તા. ૩ના બાબા બરફાનીના દર્શન કરશે.
તા. ૩ જુલાઈથી શરૂ થનાર આ યાત્રા તા. ૨૮ ઓગષ્ટ સુધી એટલે કે ૫૭ દિવસ સુધી ચાલનાર છે. અહીં બાલનાથ અને પહેલગાવ બે માર્ગોથી દર્શન માટે જઈ શકાય છે જેમાં એક માર્ગ ટૂંકો અને એક માર્ગ લાંબો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial