Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલના હમાપરમાં ખેડૂત પ્રૌઢનું હાર્ટએટેકથી કરૂણ મોતઃ પરિવારમાં આક્રંદઃ શોકનું મોજું

રાત્રે સુતા હતા ત્યારે અચાનક છાતીમાં દુઃખાવો ઉ૫ડ્યોઃ

                                                                                                                                                                                                      

ધ્રોલ તા. ૩૦: ધ્રોલ તાલુકાના હમાપર ગામેથી એક અત્યંત દુઃખદ અને હ્ય્દયદ્રાવક ઘટના સાથે આવી છે. ગામમાં રહેતા એક ૬૭ વર્ષિય ખેડૂત પ્રૌઢનું ગત્ રાત્રિના સમયે અચાનક હાર્ટએટેક આવવાના કારણે આકસ્મિક મોત નિપજ્યું છે. આ બનાવને પગલે મૃતકના પરિવાર સહિત સમગ્ર હમાપર ગામમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

બનાવની વિગત મુજબ હમાપર ગામે રહેતા અને ખેતીકામ કરતા કાથડભાઈ નાગદાનભાઈ ડાંગર (ઉ.વ. ૬૭) ગત્ રાત્રિના ૧૦ વાગ્યા આસપાસ પોતાના ઘરે સુતા હતાં. તે દરમિયાન મધ્યરાત્રિએ અચાનક જ તેમનો શ્વાસ રૃંધાવા લાગ્યો હતો અને છાતીમાં અસહ્ય દુઃખાવો ઉપડ્યો હતો. કાથડભાઈની તબિયત અચાનક લથડતા પરિવારજનોએ ભારે ગભરાટ વચ્ચે પણ સમયસૂચકતા વાપરી હતી. તેઓ તુરંત જ કાથડભાઈને સારવાર અર્થે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતાં. પરિવારજનો કાથડભાઈને લઈને હોસ્પિટલ પહોંચે તે પૂર્વે જ રસ્તામાં તેમણે દમ તોડી દીધો હતો. ધ્રોલ સરકારી હોસ્પિટલના ફરજ પરના તબીબોએ પ્રાથમિક તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh